રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ ગયુ છે. 3 ડિસેમ્બરે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની સાથે રાજસ્થાનના પરિણામ પણ જાહેર થશે. આ પહેલા અશોક ગહેલોતે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કર્યો છે.રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું, “એક્ઝિટ પોલ ગમે તે કહે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની રહી છે.
ભાજપ 5 રાજ્યમાંથી કોઇમાં પણ નથી જીતી રહી. આ વખતે રાજસ્થાન સરકાર રિપીટ થશે, તેના 3 કારણ છે. પ્રથમ કારણ આ છે કે સરકાર વિરૂદ્ધ કોઇ સત્તા વિરોધી લહેર નથી. બીજુ-મુખ્યમંત્રી વિશે તમામનો એક જ વિચાર છે. ભાજપના વોટર પણ આમ જ કહેશે કે મુખ્યમંત્રીએ કામ કરવામાં કોઇ કમી નથી છોડી. ત્રીજુ કારણ- વડાપ્રધાન, ગૃહમંત્રી, ભાજપના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓની ભાષા, તે ભાષા કોઇને પસંદ નથી આવી રહી…”
ગહેલોતે કહ્યું, એક્ઝિટ પોલ અને સર્વે પર ના જાવ, રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે. ભાજપના નેતા લોકો સામે ડરાવની અને બદલાની ભાવનાથી ભરેલી ભાષા બોલી રહ્યું હતું. પીએમ મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથે ધર્મના નામ પર ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે.
200 બેઠક ધરાવતા રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થયુ હતું. જોકે, એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નિધનને કારણે 199 બેઠક પર જ મતદાન થયું હતું. ચૂંટણી પંચ અનુસાર, રાજ્યમાં કુલ 74.96 ટકા મતદાન થયું છે. જ્યારે 0.83 ટકા વોટિંગ પોસ્ટલ બેલેટ અને ઘરેલુ મતદાન દ્વારા થયું છે.
રાજસ્થાનમાં છેલ્લા 30 વર્ષથી દર વખતે સરકાર બદલવાનો ટ્રેંડ રહ્યો છે. અહીં 1993માં ભાજપે જીત મેળવી હતી. તે પછી 1998માં દરેક ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 5 વર્ષ પછી જનતાએ 2003માં ફરી ભાજપને જીત અપાવી હતી. તે બાદ 2008માં કોંગ્રેસ, 2013માં ભાજપ, 2018માં કોંગ્રેસને જીત મળી હતી. હવે જોવાનું છે કે આ વખતે પણ રાજસ્થાનમાં 30 વર્ષથી ચાલતું ટ્રેડ યથાવત રહેશે કે પછી બદલાશે?