કોરોનાની મહામારીના કારણે દેશમાં ઉદભવેલી સ્થિતિથી અનેક વિકાશના કામો અટકી ગયા છે. અને ભારે મંદીનો દેશ સામનો કરી રહ્યો છે, ત્યારે હવે કોરોનાની મહામારીમાં પ્રથમ પ્રાધાન્ય બીમાર દર્દીઓને સાજા કરવાનું અને સૌથી વધારે ગ્રાન્ટ કોરોનામાં અને હોસ્પીટલમાં વપરાય તે હવે સરકારનો ધ્યેય છે, ત્યારે લોકસભામાં સાંસદોના વેતનમાં 1 વર્ષ માટે 30% નો કાપ મૂકવામાં આવશે, જેની મંજૂરી આપી દેવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. બચનારી આ રકમનો ઉપયોગ કોરોનાની મહામારીમાં વાપરવામાં આવશે, સંસદના નીચલા ગૃહ એટલે કે, લોકસભામાં સંક્ષિપ્ત ચર્ચા મુજબ સભ્યોના વેતન, ભથ્થા અને પેંશન સંશોધન વિધેયક 2020ને ધ્વનિતમતથી પાસ કરવામાં આવ્યું હતું.
આ વિધેયક સબંધિત સાંસદો, ભથ્થા અને પેંશન અધ્યાદેશ 2020ના સ્થાને લાવવામાં આવ્યું છે.