અમ.મ્યુ.કોર્પો દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૩ થી નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન શહેરમાં કુલ – ૨૨ જેટલી ટીમ બનાવી ૮૨૭૧ જેટલા પશુઓ પકડયા છે.કુલ ૨૧૦ જેટલી પશુમાલિકો વિરુધ્ધ FIR
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનના માર્ગદર્શન અને મોનીટરીંગ તથા ઝોનના ડે. મ્યુનિસિપલ કમિશનરશ્રીના સુપરવિઝન હેઠળ પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે પોલીસી- ૨૦૨૩ ની અમલવારી તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના નિર્દેશન/ હુકમોની અમલવારી ટૂંકા સમયગાળામાં સફળતા પૂર્વક કરાવી કેટલ ન્યુસન્સ શહેરમાંથી મહદઅંશે દુર કરવામાં આવેલ છે.પોલીસીની અમલવારીના ભાગરૂપે અમ.મ્યુ.કોર્પો દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૩ થી નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન શહેરમાં કુલ – ૨૨ જેટલી ટીમ બનાવી ૮૨૭૧ જેટલા પશુઓ પકડયા છે.કુલ ૨૧૦ જેટલી પશુમાલિકો વિરુધ્ધ FIR કરેલ છે જેમાં ૩૩ જેટલી ઘર્ષણ / પશુ પકડવાની કામગીરીમાં અડચણ / સ્ટાફ ઉપર હુમલા જેવા બનાવની પોલીસ ફરીયાદ કરાયેલ છે આ સમયગાળામાં કુલ ૨૮૭૦૦ ક્રિ.ગા જેટલો ઘાસચારો જપ્ત કરી ૧૨ જેટલી ઘાસચારા વેચાણની ફરીયાદો દાખલ થયેલ છે વધુમાં પશુમાલિકોને સમજુત કરતી ૯૩૮ જેટલી નોટિસ પણ ઈસ્યુ કરાયેલ છે. લાયસન્સ / પરમીટ મેળવવા માટે શહેરમાંથી કુલ ૧૨૨૩ જેટલી અરજી આવેલ જે પૈકી ૧૮૫ જેટલા લાયસન્સ/ પરમીટ ઇસ્યુ કરાયેલ છે તથા ૩૫૧ જેટલી અરજીઓ પુરાવાના અભાવે રદ કરવામાં આવેલ છે.પશુ રજીસ્ટ્રેશન માટે કુલ ૧૩૧૯ અરજી મળેલ તથા ૮૭૯૯ જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન આ સમયગાળામાં થયેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન / વોર્ડ / વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા શહેરમાં ત્રણ શીફટમાં કામગીરીઓ કરી ચાલુ માસમાં ૭૯ થી વધારે પશુઓ પકડવાની, તથા ચાલુ વર્ષમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૪૧૦૫ જેટલા પશુઓ પકડવામાં આવેલ તથા ૪૬૦ પશુમાલિકો સામે ફરિયાદ દાખલ કરી વિવિધ કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવેલ છે.શહેરનાં ૭ ઝોનના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લઇ પશુ રાખવાના સ્થળોની ચકાસણી છારાનગર, ભાર્ગવરોડ, આઇટીઆઇ-કુબેરનગર, નોબલનગર, મણીનગર, ખોખરા, સીટીએમ, ઓઢવ, કિરણપાર્ક, ન્યુ રાણીપ, આસ્ટોડિયા, ખાડીયા, રાયપુર, રીલીફરોડ, રતનપોળ. ચાંદલોડીયા, ઘાટલોડીયા, સોલા, સરખેજ, અનિલસ્ટાર્ચ, સરસપુર, કલાપીનગર, ચાકયપુરી, ગોતા, બાપુનગર, આયોજનનગર, વસ્ત્રાલ, નહેરુનગર, સ્નેહપ્લાઝા, મેઘાણીનગર, અસારવા, ચમનપુરા, શાહીબાગ, હેબતપુર, થલતેજ, બોડકદેવ, ઘુમા, વટવા, નારોલ, ઇસનપુર, ઘોડાસર, સોનીની ચાલી, વિરાટનગર, પાલડી, વાસણા, માધુપુરા, ઈદગાહ સર્કલ, પ્રેમ દરવાઝા, જમાલપુર, જગતપુર, નાકોડા, વેજલપુર, પ્રહલાદનગર, બળીયાકાકા, રબારીકોલોની, ઈન્દ્રપુરી, હાટકેશ્વર, નવા વાડજ, કાલુપુર, રાજીવનગર, લાંભા, નારાયણનગર, દરીયાપુર, શાહપુર, સિવિલ, સાયન્સસીટી, શીલજ, જીવરાજ, એરપોર્ટ, નાના ચિલોડા, ઓગણજ, મકરબા, બાકરોલ, સૈજપુર, ગોવિંદવાડી, અમરાઇવાડી, પરીમલ, સરદારનગર, સેટેલાઈટ, કેકેનગર, દિલ્હી દરવાજા, જાશોદાનગર, જોધપુર, સિંધુભવન, આંબલી, સરસપુર, ભાડજ, આનંદનગર, પીપલજ, ઘીકાંટા, છારોડીપાટીયા, હાથીજણ તથા ભાઇપુરા આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલ પશુઓ પકડવામાં આવેલ છે.