અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડે.મ્યુનીસીપલ.કમિશ્નરશ્રીની રાહબરી હેઠળ પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન, ગંદકી/ન્યુશન્સ કરતા એકમો વિરુધ્ધ કરવામાં આવેલ સખ્ત કાર્યવાહી.ઉત્તર ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પાન ના ગલ્લા/ચાની કીટલી, પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમમાં ડસ્ટબીન (કચરાપેટી) ન રાખતા જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો વિરુધ્ધ જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બયોલોઝ મુજબ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત આજ તા.૦૨/૧૨/૨૦૨૩ ઉત્તર ઝોન સો.વે.મે. વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે ૦૧ એકમને સીલ મારેલ છે. અને ૪૬ એકમોને નોટીસ આપીને રૂ.૨૬,૮૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ છે.