ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈ સરકારી વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં હજ્જારો દેશ વિદેશથી ડેલિગેટ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિતિ રહેવાના છે. ત્યારે કાયદો – વ્યવસ્થા જાળવવા માટે 1200 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે. પોલીસ કર્મીઓ અલગ લુકમાં જોવા મળે એ માટે ખાખીની જગ્યાએ કેટેગરી વાઈઝ ડ્રેસ કોડ નક્કી કરી દેવાયો છે. જે અન્વયે વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન પોલીસ કર્મીઓ શૂટ બૂટ અને બ્લેઝરમાં જોવા મળશે.
ગાંધીનગરમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સમિટ દરમ્યાન હજ્જારો વિદેશી ડેલિગેટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ બધાની વચ્ચે પોલીસ એક્ઝિક્યુટિવ લુકમાં જોવા મળશે. જેનાં માટે પોલીસ અધિકારીઓથી માંડી કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરી દેવાયો છે. એટલે કે વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન પોલીસ કર્મીઓ ખાખી વરધીની જગ્યાએ શૂટ બૂટ અને બ્લેઝરમાં જોવા મળશે.
વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન એક્ઝિક્યુટિવ માહોલ જળવાઈ રહે એ માટે ખાખીને તિલાંજલિ આપવામાં આવશે. જે અન્વયે મહિલા પોલીસ કર્મીઓ માટે પેન્ટ – કોટી તેમજ વીવીઆઈપીની સુરક્ષામાં ફરજ બજાવનાર કમાન્ડો સફારી જોવા મળશે. 1200 જેટલા પોલીસ કર્મીઓ વાઈબ્રન્ટ સમિટમાં ફરજ પર તૈનાત કરવામાં આવનારા છે.તમામ એક્ઝિક્યુટીવ વેરમાં જોવા મળશે.
વાઇબ્રન્ટ પરિસરમાં ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલ અલગ રંગના પેન્ટ શુટમાં જોવા મળશે. જ્યારે પીઆઈથી લઈને ડીવાયએસપી સુધીના પોલીસ અધિકરીઓ માટે બ્લેઝર નક્કી કરવામાં આવ્યુ છે.તેઓ પેન્ટ શર્ટની સાથે માથે બ્લેઝર સાથે સજ્જ થઈ ફરજબજાવશે. જ્યારે પોલીસ અધિક્ષકકક્ષાના અધિકારીઓ શુટ ટાઇમાં સજ્જ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ દરમિયાન મહાત્મા મંદિરમાં પોલીસ માટે યુનિફોર્મ એલાઉ નથી. જેના કારણે તેઓને અલગ ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે. જે પોલીસ કર્મીઓની અહી ફરજ માટે પસંદગી કરવામાં આવી છે તેઓને ટેઈલર પાસે પોતાના કપડાનું માપ આપવા માટે પણ ઉચ્ચ કક્ષાએથી જણાવી દેવામાં આવ્યુ છે. આ ઉપરાંત ફાંકડું ઇંગ્લિશ બોલતા પોલીસ કર્મીઓને મહાનુભાવોની સુરક્ષાની વિશેષ જમાદારી પણ સોપવામાં આવશે.