અમદાવાદ
મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ દક્ષિણ ઝોનના ડે. મ્યુનિ. કમિશનરની રાહબરી હેઠળ સ્વચ્છતા ઝુંબેશ આજે હાથ ધરી હતી. દક્ષિણ ઝોનના મે.ડે. મ્યુનિ.કમિશનરની રાહબરી હેઠળ દક્ષિણ ઝોન સો.વે.મે. વિભાગ દ્રારા જુદા જુદા વોર્ડમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યુ. જેમાં આજરોજ સવારે રોપડા ચોકડી થી ગામડી ચોકડી થી કેનાલ થી અસલાલી ચોકડી થી હકીમી સિરામિક થી ઓમકાર ફર્નિચર થી કમોડ રીંગરોડ બ્રિજ સુધીનો બન્ને બાજુ મળીને કુલ ૧૨ થી ૧૩ કિ.મી.ના વિસ્તારમાં સફાઇ ઝુંબેશ કરવામાં આવ્યુ. સદર ઝુંબેશમા દક્ષિણ ઝોન ના ડે.મ્યુનિ.કમિશનર નેહા કુમારી તથા તમામ આસી.મ્યુનિ. કમિશનર શ્રીઓએ સફાઇ કામગીરી કરી સ્વચ્છતા અંગેનું ઉત્તમ, પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડયુ હતું. સદર સ્વચ્છતા ઝુંબેશમાં હેલ્થ, આઇ.સી.ડી.એસ., યુ.સી.ડી., ગાર્ડન વિભાગમાથી તથા પ્રાઇવેટ સ્કુલના અને અમદાવાદ ટેક્ષટાઇલ પ્રોસેસીંગ એસોસિએશન મળી કુલ ૧૦૦૦ જેટલા શ્રમમદાતા શ્રીઓ એ સ્વયંભૂ સફાઇ ઝુંબેશમાં ભાગ લીધો હતો.ડે. ડાયરેક્ટર શ્રી (સો.વે.મે. દ.ઝોન) ના માર્ગદર્શન હેઠળ સદર સ્વચ્છતા ઝુંબેશમા સર્વિસ રોડ સહિતના વિસ્તારમાં આવતા ઝાડી ઝાંખરા સહિત માટી પૂરણી અને લીગાસી વેસ્ટ ની સફાઇ ૬ જે.સી.બી., ૪- ૪૦૭ ગાડી, ૧ બોબકેટ, ૮ ટ્રક, ૧ ટી.પી.એસ. ૩ સ્વીપર મશીન, ૨ કોમ્પેક્ટર તથા ૨ ટ્રેકટર સહિત કુલ ૨૭ જુદા જુદા વાહનો મારફતે ૮૫ ટન માટી પૂરણી, ગ્રીન વેસ્ટ તથા લીગાસી વેસ્ટ જેવા જુદા જુદા પ્રકારના કચરાનો નિકાલ કરવામા આવ્યો.આમ,શહેરના સ્વચ્છતા અભિયાન ને વધુ જાગૃત કરવાના અભિગમ સાથે અ.મ્યુ.કો. શહેરને વધુ સુધોભિત કરવાની નેમ સાથે સતત પ્રયત્નશીલ છે.