૨૬ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિંગાપોરનો સાત દિવસનો મુખ્યમંત્રીનો પ્રવાસ સફળતાપૂર્વક સમ્પન્ન
અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ જાપાન અને સિંગાપોરનો સાત દિવસીય પ્રવાસ સમ્પન્ન કરીને આજે અમદાવાદ પરત ફર્યા ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીનાં સચિવ અવંતિકા સિંહ, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.વગેરે મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રી સહિતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળના સભ્યોને આવકારીને ભાવભીનું સ્વાગત કર્યું હતું.જાપાન ૨૦૦૯થી આ વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી રહ્યું છે ત્યારે આગામી ૧૦મી એડિશનમાં પણ જાપાનનાં સહયોગને વ્યાપક ફલક પર વિસ્તારવા ૨૬ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિંગાપોરનો સાત દિવસનો પ્રવાસ આયોજિત કરાયો હતો.