આયુર્વેદિક/ફાર્માસિસ્ટ વેપારીઓ સાથે બેઠક કરી આવી માદક દવાઓ તથા સિરપ ન વેચે તે અંગે જરૂરી સમજ કરવામાં આવેલ હતી
અમદાવાદ
ખેડા જિલ્લાના બગડુ તથા બિલોદરા ગામ ખાતે પાંચ લોકોના આયુર્વેદિક સીરપના સેવનથી મૃત્યુ પામેલ હોય, જે અનુસંધાને રાજ્યના તમામ શહેર/જીલ્લાઓમાં આવી કોઇ અન્ય અનિચ્છનિય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે આયુર્વેદિક સીરપ વેચતા હોય તેવા આયુર્વેદિક/ફાર્માસિસ્ટ વેપારીઓ સાથે બેઠક કરી આવી માદક દવાઓ તથા સિરપ ન વેચે તે અંગે જરૂરી સમજ કરવા તેમજ કાર્યવાહી કરવા વિકાસ સહાય IPS (DGP & HoPF ) તથા ડૉ. શમશેર સિંઘ IPS DGP (Law & Order) દ્વારા સ્પે.ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ.જે અન્વયે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ-૩૨૭૧ રેઈડ કરવામાં આવેલ. જે દરમ્યાન ગેરકાયદેસર આયુર્વેદિક સીરપ વેચતા હોય તેવા કુલ-૬૭ આરોપીઓ વિરૂધ્ધ કુલ-૧૨ FIR તેમજ કુલ-૯૨ જાણવાજોગ દાખલ કરવામાં આવેલ. તેમજ કુલ-૨૨ આરોપીઓ અટક કરવામાં આવી હતી. તેમજ કુલ-૩૯૧ આયુર્વેદિક/ફાર્માસિસ્ટ વેપારીઓ સાથે બેઠક કરી આવી માદક દવાઓ તથા સિરપ ન વેચે તે અંગે જરૂરી સમજ કરવામાં આવેલ હતી.