રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી છે. જેમાં અકસ્માતમાં 30થી વધુ યાત્રિકો ઘાયલ થયા છે. જે પછી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, સૌરાષ્ટ્રથી એક બસ અંબાજી થઈ વિવિધ ધાર્મિક સ્થાનોના પ્રવાસ માટે નીકળી હતી. જેમાં 50થી વધુ મુસાફરો ખાનગી બસમાં સવાર હતા. આ દરમિયાન અંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા અકસ્માત જતાં હતા. જેમાં મુસાફરો જામનગર, મોરબી અને રાજકોટથી નીકળ્યા હતા. જેને અચાનક અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી હતી.
આ વચ્ચે હજુ પણ કેટલાક યાત્રિકો બસમાં ફસાયેલા હતા. જેમાં અકસ્માત ઘાયલોને 108 મારફતે દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 30 થી વધુ યાત્રિકો ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ કેટલાંક મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ અગાઉ ખેડબ્રહ્મા-દૂધેલી-ગઢડા શામળાજી વચ્ચે એસટી બસ પલટી જતાં બસમાં સવાર 4 જેટલા મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેમાં અંબાજી ડેપોની એસટી બસ ખેડબ્રહ્માથી અંબાજી તરફ જઈ રહી હતી તે દરમિયાન દૂધેલી-ગઢડા વચ્ચે વળાંકમાં ડ્રાઇવરે અચાનક સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી અને રોડની સાઈડમાં ખાબકી હતી. જેમાં 4 થી વધુ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું.