મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 155 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 72 અને બસપા બે સીટો પર આગળ છે.
एक अकेला सब पर भारी! pic.twitter.com/g5Tck1R777
— Smriti Z Irani (@smritiirani) December 3, 2023
રાજસ્થાનમાં ભાજપ 113 સીટો પ અને કોંગ્રેસ 71 સીટો પર આગળ ચાલી રહી છે. બસપા ત્રણ સીટો પર આગળ છે. છત્તીસગઢમાં બીજેપી લીડ લેતી દેખાઈ રહી છે. અહીં ભાજપ 52 સીટો પર, કોંગ્રેસ 36 સીટો પર અને સીપીઆઈ એક સીટ પર આગળ છે. તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી 68 સીટો પર, BRS 36 સીટો પર અને બીજેપી 9 સીટો પર આગળ છે.
ટ્રેન્ડમાં બહુમતી બાદ નેતાઓના નિવેદનો આવવા લાગ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે, એક અકેલા સબ પર ભારી.
તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે એક એકલો કેટલા પર ભારે પડી રહ્યો છે.
ये जीत मोदी की है
ये जीत सनातन की है
ये जीत भारत की है
ये जीत विकास की है— Kapil Mishra (@KapilMishra_IND) December 3, 2023
જ્યારે કપિલ મિશ્રાએ કહ્યું છે કે આ જીત મોદીની છે, આ જીત સનાતનની છે, આ જીત ભારતની છે, આ જીત વિકાસની છે.