ભારતીય સંસ્કૃતિમાં એક પરંપરા છે. તાંબાના વાસણમાં આખી રાત પાણી રાખીને બીજે દિવસે સવારે પાણી પીવું. તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી શરીરને જરૂરી એવું ખનીજ પ્રાપ્ત થાય છે, જેનાથી આપણને કેટલાંય શારીરિક લાભ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે તાંબુ બેક્ટરિયાનાશક પણ છે, આયુર્વેદમાં આ વાતનો ઉલ્લેખ છે કે, કોઈપણ તાંબાના વાસણમાં કમ સે કમ, આઠ કલાક પાણી ભરીને રાખ્યા બાદ, તે પાણી પીવાથી આપણા શરીર ઉપર તેની ખૂબ સારી અસર થાય છે, અને રોગ આપણાં શરીરથી ચાર ગાઉ દૂર રહે છે, તાંબુ શરીરથી કફ, પિત્ત અને વા તને દૂર રાખે છે તેમજ શરીરમાં પાણીના લેવલને પણ બનાવી રાખે છે.
તાંબું પાચનક્રિયાને મજબૂત બનાવવાનું કામ કરે છે, જો શરીરની પાચનશક્તિ મજબૂત હોય તો શરીરની ચરબી આપોઆપ ઘટતી હોય છે. તેથી પાચનશક્તિ મજબૂત બનાવવી હોય, અને વજન ઘટાડવું હોય તો, તાંબાના વાસણમાં પાણી જરૂર પીવું જોઇએ જેને આર્થરાઇટીસની તકલીફ હોય તેને માટે પણ તાંબાના, વાસણમાં રહેલું પાણી લાભદાયી છે. જેને થાઇરોઇડની તકલીફ છે, તે લોકોએ પણ તાંબાના વાસણમાં, રાખેલું પાણી ચોક્કસ પીવું જોઇએ તે બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવાનું કાર્ય પણ કરે છે, અને કોલેસ્ટ્રોલ ઘટાડવાના કાર્ય પણ કરે છે. પરંતુ કેટલાક એવા પીણાં અને ખાદ્ય પદાર્થ છે, જેનું સેવન ભૂલથી પણ તાંબાના ગ્લાસ, અથવા વાસણમાં ન કરવું જોઇએ. તેનાથી તમારા સ્વાથ્યને નુકશાન પહોંચી શકે છે. જાણો, તે પીણા અને વસ્તુઓ વિશે જેને તાંબાના વાસણમાં ખાવા-પીવાનું ટાળવું જોઇએ.
છાશ દહીંમાંથી તૈયાર થાય છે અને દહીં તથા છાશનું સેવન કરવું સ્વાથ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. પરંતુ જ્યારે તમે તાંબાના ગ્લાસમાં છાશ પીઓ છો ત્યારે સ્વાસ્થ્ય અને ફાયદો પહોંચવાની જગ્યાએ તમને કેટલાક પ્રકારના સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. છાશમાં રહેલાં ગુણ તાંબા સાથે મળીને રિસ્પેક્ટ કરી શકે છે. તાંબાના ગ્લાસમાં જ્યારે તમે છાશ નાખો છો અને તેને થોડીવાર ત્યાં જ રહેવા દો છો તો છાશમાં રહેલાં ગુણોનું અસ્તિત્ત્વ ઘટી જાય છે જેનાથી તમારા સ્વાથ્યને કોઇ લાભ પહોંચતો નથી.
ખોટી વસ્તુ જેવી કે કોઈ કાપેલું ખાટું ફળ, અથાણું, સોસ, ઘરની બનેલી ચટણી, મુરબ્બો વગેરેને તાંબાના વાસણમાં રાખવાનું ટાળો. આ પ્રકારની ખાટી વસ્તુઓ તાંબા સાથે મળીને રિયેશન કરી શકે છે. તેનાથી તમને ઉલ્ટી, ઉબકા ની સમસ્યા વિકનેસનો અનુભવ વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે. મોડા સુધી આ ખાટી વસ્તુઓને જ્યારે તમે તાંબાના વાસણમાં રાખી મુકો છો અને ખાય છે ત્યારે તમને કોપર પોઇઝનિંગની સમસ્યા પણ થઇ શકે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે સવારે લીંબુ પાણી પીતા હોય છે. પરંતુ, તાંબાના ફાયદા મેળવવા માટે જો તમે લીંબૂ પાણીને કૉપર ગ્લાસમાં નાંખીને પીઓ છો તો તે નુકસાનકારી સાબિત થઇ શકે છે. લીંબુમાં એસિડ હોય છે. આ એસિડ તાંબાની સાથે મળીને સ્વાથ્ય પર ઊંધી અસર કરી શકે છે. તાંબાના ગ્લાસમાં લીંબૂ પાણી પીવાથી તમને ગેસ, પેટનો દુખાવો, ઉલટી વગેરે જેવી સમસ્યા શરૂ થઈ શકે છે.