ગુજરાતમાં ખરીફ અને ઉનાળામાં બટાટા પાકતા નથી. રવિ એટલે કે શિયાળુ વાવેતર 1,18 લાખ હેક્ટરમાં 2019-20માં થયા હતા. 36.65 લાખ ટન અંદાજીત ઉત્પાદન થયું હતું. જે હેક્ટર દીઠ લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદનનો અંદાજ કૃષિ વિભાગનો હતો. આ વખતે 1.25 લાખ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થાય એવો અંદાજ ખેડૂતો બતાવી રહ્યાં છે. ઉત્પાદન 40 લાખ ટનને પાર કરી જઈ શકે છે. કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થયો હોવાથી ભૂગર્ભ પાણીથી ભરેલું છે. નર્મદા નહેર દ્વારા બટાટા પાકતાં હોય એવો 2 ટકાથી વધુ વિસ્તાર નથી. ગુજરાતમાં બટાટાની એક હેક્ટર દીઠ ઉત્પાદકતા સમગ્ર ભારત કરતાં સૌથી વધુ છે.
40 લાખ ક્વિન્ટલ બિયારણ ની જરૂરિયાત આખા દેશમાં રહેશે. ગુજરાતમાં 3.80 લાખ ટન બટાકા નું બિયારણ જોઈશે. બટાટાને વાવણી ટૂંક સમયમાં શરૂ થશે. બટાટાના ભાવ એક કિલોના રૂ.4થી રૂ.40 સુધી થયા છે. ખેડુતો આ વખતે તદ્દન ઉત્સાહિત છે, રવી સીઝનમાં બટાકાની ખેતીમાં વધુ રસ લઈ રહ્યાં છે. રવી સીઝન દરમિયાન બટાટાની ખેતી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, આસામ, છત્તીસગ, ઝારખંડ અને હરિયાણામાં થાય છે. બટાટા પેદા કરવામાં ગુજરાત દેશના ચોથા નંબર પર ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને કેન્દ્રીય બટાટા સંશોધન સંસ્થાએ જાહેર કર્યું છે કે, રવી સિઝનમાં, બટાટાની વાવણી સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થાય છે અને નવેમ્બર સુધી ચાલે છે, જ્યારે લણણી ડિસેમ્બર થી માર્ચ સુધી ચાલે છે. બટાટામાં ખેડૂતો નો રસ વધારો. પાકના વાવેતર વિસ્તાર વધશે. પહેલા કરતા વધારે ઉત્પાદન આપે એવી ઘણી જાતો છે. બિયારણના ભાવ વધશે.
2019-20માં બટાટાનું ભારતમાં ઉત્પાદન 513 GLA 21, 2018-19Hi 501.90 લાખ ટન તું વધુ ઉત્પાદન હોવા છતાં ભાવ વધ્યા છે. કારણ કે બીજા શાકભાજી ખેતરમાંથી બહ્મર આવી શકયા નથી કે કોરોનાના કારણે શાકભાજી શહેર સુધી ઓછો ગયા છે તેથી બટાકા વધારે વપરાયા છે. દેવામાં બટાટા ના કુલ ઉત્પાદનમાં 30 ટકા ઉત્તર પ્રદેશમાં ઉત્પન્ન થાય છે. બટાટા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વ્યાપક છે.
ખરીફ અને ઉનાળું પાક મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુમાં લેવામાં આવે છે. વાવણીની મોસમ મેથી જુલાઇ સુધી છે. જ્યારે લણણી સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ચાલે છે. ખરીફ બટાટાનું ઉત્પાદન ખૂબ ઓછું છે, તેથી આ સિઝનમાં ખેડૂતોને સારા ભાવ મળે છે, જ્યારે રવી સિઝનમાં ઉત્પાદન વધુ હોવાને કારણે પાક લણણીની સિઝનમાં ખૂબ ઓછો ભાવ આવે છે. ગુજરાતમાં ખરીફ અને ઉનાળામાં બટાટા પાકતા નથી. રવિ એટલે કે શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 2019-20માં થયા હતા. 38.65 લાખ ટન ઉત્પાદન થયું હતું કે હેક્ટરે લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદન હતું.
2010-11 માં 55 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું 12.82 લાખ ટન ઉત્પાદન થયું હતું હેક્ટરે સરેરાશ 23280 કિલો ઉત્પાદન થયું હતું. 2011-12માં 78 હજાર હેકટરમાં 18 લાખ ટન ઉત્પાદન અને23 હજાર કિલોની હેકટરે ઉત્પાદકતા હતી. 2014-15માં ઉત્તર પ્રદેશની ઉત્પાદકતા 18900 કિલો, પશ્ચિમ બંગાળ 25921 કિલો હતી. 2019-20ની મોસમમાં ગુજરાતની ઉત્પાદકતા 31 હજાર કિલોની છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધુ છે. 10 વર્ષમાં ગુજરાતમાં વાવેતર અને હેક્ટરે ઉત્પાદકતા સારી એવી વધી છે. એક દાયકામાં બે ગણું વાવેતર અને બે ગણાથી વધારે ઉત્પાદન વધ્યું છે. હેક્ટર દીઠ 8 હજાર કિલો વધારે બટાટા પાકવા લાગ્યા છે. એક કિલો બટાટા પેદા કરવાનું ખર્ચ a.3.22b 4.84 એક હેક્ટર ખેડૂતોને રૂ.1થી 1.50 લાખ સુધીનું ખર્ચ બટાટા પેદા કરવામાં આવે છે, 31 હજાર કિલો ઉત્પાદન પ્રમાણે રૂ.1 લાખના ખર્ચના હિસાબે એક કિલોના રૂ.3.22 પડતર ભાવ સરકાર દ્વારા ગણવામાં આવે છે. જ્યારે 1.50 લાખના ખર્ચ ગણતાં એક કિલો રૂ.4.84 ખર્ચ આવે છે. જયારે ખેડૂતનો માલ બજારમાં આવે છે ત્યારે રૂ.4થી રૂ.7 માંડ મળે છે. ખેડૂતો એક કિલોના રૂ.7ની અપેક્ષા રાખે છે. તે હિસાબે રૂ 2800થી 3 હજાર કરોડનું ખેડૂતો વેચાણ કરશે. જે વેપારી રૂ.6 હજાર કરોડથી રૂ.10 હજાર કરોડમાં વેચશે. આમ ખેડૂતોની મહેનત કરતાં વેપારી વધુ કમાશે.
10 વર્ષ પહેલા ગુજરાતમાં કુલ ઉત્પાદનમાં 50 ટકા હિસ્સો બનાસકાંઠાનો હતો. બીજા નંબર પર 15 ટકા હિસ્સા સાથે સાબરકાંઠા આવતું હતું. ગયા વર્ષે 2017-18માં બનાસકાંઠા અને તેનાથી અલગ થયેલા અરવલ્લી જિલ્લો મળીને 75 ટકા હિસ્સો થઈ ગયો હતો. જેમાં બનાસકાંઠામાં 78 હજાર હેક્ટર વાવેતરમાં 24 લાખ ટન બટાટા એકલા બનાસકાંઠામાં થયા હતા સાથે ટકા હિસ્સો હતો જે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર પર છે. 9 વર્ષ પહેલા આખા ગુજરાતમાં જેટલી બટાટણ પાકતાં હતા તે હવે એકલો બનાસકાંઠો પકવે છે. ઉત્પાદનના 64 ટકા એકલો બનાસકાંઠા પકવે છે.
દક્ષિણ ગુજરાતમાં બટાકા જરા પણ પાકતી નથી, બારથી બટાકા આવે છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા અને મધ્ય ગુજરાતમાં સારા બટાટા પાકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા સિવાય ક્યાંય બટાટા પાકતાં નથી કચ્છમાં બટાટા થાય છે, 11 થી 12 લાખ ટન બટાકા કોલ્ડ સ્ટોરેજમાં રખાય છે. 2016-17 માં આખા દેશમાં 4.82 કરોડ ટન બટાકા પેદા થયા હતા. જેમાં ગુજરાતનો હિસ્સો 7.43 ટકા હતો. ઉત્તર પ્રદેશમાં 1.50 કરોડ ટન બટાટા પાડ્યા 2018-19માં બટાકા પેદા કરતાં ટોચના 10 રાજ્યો (1) ઉત્તર પ્રદેશ 1.53 કરોડ ટન, (2)પશ્ચિમ બંગાળ 1.38 કરોડ ટન, (3) બિહ્મર 81.01 લાખ ટન, (4) ગુજરાત 37.07 લાખ ટન, (5) મધ્યપ્રદેશ 32.77 લાખ ટન, (6) પંજાબ 27.24 લાખ ટન, (7) આસામ 11.17 લાખ ટન, (8) હરિયાણા 8.28 લાખ ટન, (9) ઝારખંડ 6.94 લાખ ટન, (10) છત્તીસગઢ 6.60 લાખ ટન