અમદાવાદ શહેરમાં ભાજપના રાજમાં શહેરમાં બનતી હાઈરાઈઝ બિલ્ડીંગો અસલામત : ભાજપના શાસકો પ્રજાના જાનમાલ તથા સુરક્ષાની પરવા કરવા બાબતે સંવેદનાહીન
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ ફાયરબ્રિગેડની સેવા માટે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ગણાતું હતું બીજા શહેરના લોકો આ સેવાનો અભ્યાસ કરવા અમદાવાદ આવતાં હતાં તે સ્થાન પરત મેળવવા માટે ફાયરબ્રિગેડને સાધનસજ્જ કરવું જરૂરી છે મ્યુ. ફાયરબ્રિગેડ ખાતામાં હાલમાં ૯ ફાયર સ્ટેશનોમાં વધારો કરીને ૧૨ ફાયર સ્ટેશનો કાર્યરત થયા છે અમદાવાદ શહેરનો વિસ્તાર વધીને ૪૮૧ ચો.કી.મી.નો થયો છે.આટલો ખૂબજ મોટો વિસ્તાર હોઈ ગમે ત્યારે આગ કે અકસ્માતના બનાવો બને ત્યારે ફાયરબ્રીગેડનું તંત્ર પુરી સક્ષમતાથી કામ કરી શકે તે માટે જરૂરી સાધનો વસાવવા જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે હાલ અમદાવાદ શહેરમાં ૧૦૦ મી. જેટલી ઉંચાઇના બિલ્ડીગ બનાવવાની મંજુરી મ્યુ.કોર્પો.દ્વારા અપાઇ રહી છે તંત્ર દ્વારા ૧૦૦ મી. થી વધુની ઉંચાઇવાળા કુલ ૧૫ હાઇરાઇઝ બિલ્ડીગોના પ્લાન મંજુર કરેલ છે તે પૈકી એક બિલ્ડીગ ૧૪૫ મી.નું હાઇરાઇઝ બિલ્ડીગ છે તે અંતર્ગત સને ૨૦૨૩-૨૪ના બજેટમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે ૧૦૪ મી.ની ઉંચાઇના બિલ્ડીંગો માટે ૨ સ્નોરકેલ તથા ડ્રોન ઓપરેટેડ વ્હીકલ માઉન્ટેડ ફાયર ફાયટીંગ સીસ્ટમ ખરીદવા માટે રૂા.૧૦ કરોડની જોગવાઈ પણ ભાજપના સત્તાધીશો દ્વારા બજેટમાં કરવામાં આવેલ હતી પરંતુ કમનસીબે હજુ સુધી સ્નોરકેલ કે ફાયર સીસ્ટમ ખરીદવા બાબતે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી આગ લાગવાના કે અકસ્માત જેવા સમયે પ્રજાને રામભરોસે મુકી દીધેલ છે સત્તાધારી ભાજપના શાસકો પ્રજાના જાનમાલ તથા સુરક્ષાની પરવા કરવા બાબતે સંવેદના ગુમાવી દીધી હોય તેવું સ્પષ્ટ જણાઇ રહયું છે. જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે.
અમદાવાદ શહેરમાં હાઇરાઇઝ બિલ્ડીંગો દિન-પ્રતિદિન વધતી જાય છે ત્યારે ભાજપ દ્વારા કહેવાતા સ્માર્ટ સીટી એવા અમદાવાદમાં આગ લાગવાના કે અકસ્માત જેવા સમયે જરૂરી એવી સ્નોરકેલ જ નથી જે છે તે પૈકી એક સ્નોરકેલ ૮૨ મી.ની અને બીજી સ્નોરકેલ ૫૪ મી.ની જ છે એ પણ વર્ષો જુની હોઈ સક્ષમ અને કાર્યરત નથી અગાઉ થોડા સમય પહેલાં આગ લાગવાના સમયે તે સ્નોરકેલ ખુલી પણ નથી જે વાસ્તવિકતા છે અમદાવાદ મ્યુનિ. કોર્પોના ભાજપના સત્તાધીશો દ્વારા મંજુર કરાયેલ અનેક દરખાસ્તો હજુ પણ અમલમાં મુકી શકાઈ નથી જે સત્તાધારી ભાજપની વહીવટી નિષ્ફળતા પુરવાર થાય છે અને પ્રજાને લોલીપોપ આપવામાં માહીર ભાજપ પ્રજાને ગુમરાહ કરે છે પ્રજાને સુરક્ષા અને સલામતી આપવા માટે સત્તાધારી ભાજપની ઇચ્છાશક્તિ મરી પરવારી હોય તેવું જણાઇ રહયું છે માત્ર વાહવાહી મેળવવાના નામે કામો મંજુર કરી માત્ર બજેટ બુકમાં રહેવા પામે છે જે યોગ્ય નથી જેથી પ્રજાની સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપી તાકીદ સ્નોરકેલ તથા ડ્રોન ઓપરેટેડ વ્હીકલ માઉન્ટેડ ફાયર ફાયટીંગ સીસ્ટમ ખરીદવાની કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.