દોઢ કરોડના પીસ્તાની લૂંટમાં 5 પોલીસ કર્મચારીઓની સંડોવણીની ચર્ચા

Spread the love

Salted Pista Jumbo, Packaging Type: Vacuum Bag, Rs 960 /kgs Amar & Co. |  ID: 17456360362

તાજેતરમાં જ અંજાર ગાંધીધામ નેશનલ હાઇવે ઉપર મુન્દ્રા પોર્ટથી નવી મુંબઈ વાશી જઈ રહેલ દોઢ કરોડ રુ.ના રપ હજાર કિલો પિસ્તાની સનસનીખેજ લૂંટ નો ભેદ પૂર્વ કચ્છ પોલીસે ઉકેલી લીધો છે. જોકે, આ બનાવમાં ચોકાવનારી હકીકતો ખુલી છે. પૂર્વ કચ્છ ડીવાયએસપી ડી.એસ વાઘેલાએ આપેલી માહિતી અનુસાર એક સગીર, આઠ આરોપી અને પાંચ પોલીસ કર્મીઓની સંડોવણી ખુલી છે. એક સગીર આરોપી ઝડપાઈ ગયા બાદ પોલીસે મુખ્ય ભેજાબાજ આવી મુન્દ્રાના ટ્રાન્સપોર્ટર રિકિરાજિસંહ રણધીરસિંહ સિંધલ (સોઢા)ની ધરપકડ કરી છે. લુંટ ચલાવ્યા બાદ પિસ્તા નો જથ્થો અને ટ્રકમાં ચડાવી ડીસા મધ્યે કોલ્ડ સ્ટોરેજમાં છુપાવી દેવાયો હતો. લૂંટાયા કન્ટેનર ટ્રેલર રેઢું છોડી દેવાયું હતું, કે લૂંટ બાદ મળી આવ્યું હતું. જોકે, લુંટની પુછપરછ દરમિયાન એ ધ્યાને આવ્યું હતું કે, અંજાર પોલીસ મથકના પાંચ કર્મીઓ દારુનું કટીંગ થઈ રહ્યું છે, એવી બાતમી સાથે ત્યાં પહોંચ્યા હતા, પણ તેમને લૂંટ કરનાર મુખ્ય આરોપીએ સમજાવટ કરી પતાવટ કરી દીધી હતી. જોકે, ડીવાયએસપી વાઘેલાએ જણાવ્યું હતું કે, આ પાંચ પોલીસ કર્મીઓએ પોલીસને તેમ જ તપાસનીશ અધિકારીને આટલી મોટી લૂંટના બનાવ અંગે જાણ પણ નહોતી કરી. પોલીસે આ પાંચેય પોલીસ કર્મીઓ જયુભા જાડેજા, વનરાજસિંહ દેઓલ, અનિલ ચૌધરી, દિલીપ ચૌધરી અને મુખ્ય ભૂમિકા ભજવનાર એની પોલીસ કર્મી વિશ્વજીતસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અત્યારે પાંચેય પોલીસ કર્મીઓ ફોન બંધ કરી ફરાર થઈ ગયા છે. પોલીસે મુખ્ય લુંટારૂઓ પૈકી અન્ય નાસી છુટેલા ૮ આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે. પોલીસે ૧.૩૩ કરોડના પિસ્તા, એક કાર કબ્બે કરી બાકીનો મુદ્દામાલ કબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com