ABCએ 3 પોલીસ કર્મીઓને વેપારી પાસેથી 100ની લાંચ લેતા ઝડપ્યા

Spread the love

શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ત્રણ પોલીસકર્મીઓ ACB(એન્ટી કરપ્શન બ્યુરો)એ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. આજે વહેલી સવારે ACBને ફરિયાદી તરફથી લાંચની અંગે માહિતી મળતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. PCR(પોલીસ કન્ટ્રોલ રૂમ)માં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓને અમદાવાદ ACBની ટીમે લાંચ લેતા ઝડપી લીધા બાદ ACB કચેરી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કેટલા રૂપિયાની લાંચ અને શું કામ કરવા માટે લાંચ માંગી તે અંગે ખુલાસો થયો હતો. આ ખુલાસા મુજબ આરોપી પોલીસ કર્મીઓ શાકભાજીના વેપારી પાસેથી છોટા હાથી વાહન ઉભું રાખવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે તેઓ પાસેથી ગેરકાયદે રીતે રૂ.100ની લાંચ ની માંગણી કરતા ઝડપાયા હતા.

આ લાંચમાં ઝડપાયેલા ત્રણ આરોપીનું પ્રભુદાસ નાનજીભાઇ ડામોર, પોલીસ કોન્સ્ટેબલ (PCRવાનના ઓપરેટર), ક્રિષ્ના અરવિંદભાઇ બારોટ, હેડ કોન્ટેબલ (PCR વાનના ઈન્ચાર્જ), દિલીપ ચંદ્ર ગુલાબ ચંદ્ર બારોટ, કોસ્ટેબલ (PCR વાન નંબર-40 ના ડ્રાઈવર)નો સમાવેશ થાય છે. શાકભાજીના વેપારી પાસેથી દરરોજના રૂ.50 થી રૂ.100ની ગેરકાયદે માંગણી કરતા આ અંગે ACB માહિતી મળી હતી કે શાકભાજીના છુટક ધંધો કરતા વેપારીઓ પાસેથી ગાયકવાડ હવેલી પોલીસ અવાર નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ડિકોય ગોઠવી હતી. જેમાં ડિકોય પોતાની ગાડીમાં ટામેટા ભરીને જગન્નાથ મંદિર ના ગેટ નંબર-4 ની આગળ, દુકાન નંબર-48ની પાછળના ભાગે, શાક માર્કેટમાં વહેલી સવારે ઉભા રહીને ટામેટા વેચવા ડોક્ટરની ટામેટા ભરેલી ગાડી ઉભી રાખવા દેવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે ગાયકવાડ હવેલી PCRના પોલીસ કર્મચારીઓ દ્વારા ડીકોય પાસેથી દરરોજના રૂ.50 થી રૂ.100 સુધીની ગેરકાયદે રીતે માંગણી કરાઈ હતી. ડિકોય મુજબ PCR વાન નંબર-40ના પોલીસના કર્મચારીઓ ડીકોયર પાસેથી છોટા હાથી વાહન ઉભું રાખવાનો અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે તેઓ પાસેથી ગેરકાયદે રીતે રૂ. 100ની લાંચની માંગણી કરતાં ACBએ ઝડપી લીધાં હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com