AMC દ્વારા વિવિધ પ્રકારની જાહેરાત પ્રદર્શિત કરવા માટે અલગ અલગ માધ્યમથી કરવામાં આવતી જાહેરાતોને પરવાનગી : દેવાંગ દાણી

Spread the love

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રકારની જાહેરાત પ્રદર્શિત કરવા માટે અલગ અલગ માધ્યમથી કરવામાં આવતી સાદી /પ્રકાશિત / નિયોન ગ્લોસાઇન /બલુન / LED (Computerized Digital Display)/ વોલરેપ / ગ્લાસ ડીસ્પ્લે એડવર્ટાઇઝિંગ માટે અલગ અલગ નિતિ- નિયમો/શરતોને આધીન હાલમાં પરવાનગી આપવામાં આવે છે.

જાહેરાતની પરવાનગી આપવાની તમામ કાર્યવાહી કોઈ પોલીસી હેઠળ ન હોઈ તે ધ્યાને લઈ વિવિધ નિયમોની એકસૂત્રતા જળવાય તે રીતે સંકલિત કરી એક નવી એડવર્ટાઇઝિંગ પોલીસી બનાવવાની જરૂરિયાત હોવાથી આ ડ્રાફ્ટ આઉટડોર એડવર્ટાઇઝિંગ પોલીસી બનાવવામાં આવેલ છે.આ ડ્રાફ્ટ આઉટડોર એડવર્ટાઇઝિંગ પોલીસી દ્વારા ટ્રાફીક ફ્લો અને ડ્રાઈવિંગ અનુભવ વગેરેમાં સુધારો કરીને તેની જોખમી પરીસ્થીતીમાં . ઘટાડો કરવો, માર્કેટીંગ કરવા માટેની જગ્યાના વપરાશમાં અંકુશો મુકી તેનાથી શહેરની/જાહેરાત. જાહેર જગ્યા સ્વચ્છ અને સુધડ બનાવવી, શહેરની સુંદરતાની જાળવણી કરવી તથા શહેરની સુંદરતામાં ઉમેરો થાય તેવી કામગીરી કરવી, જાહેરાતના ક્ષેત્રમાં વેશ્વિક ક્ષેત્રે ઉભરતા નવા વિકલ્પો મુજબના જાહેરાતો તથા શહેરનાં મુળ ઘટકની જાળવણીની જરૂરીયાત પુરી પાડવી,અ.મ્યુ.કો.ની આવકમાં વધારો કરવા માટેની નવી તકો ઊભી કરવી,

પોલિસીમાં દર્શાવ્યા મુજબના મુદ્દાઓ વિવિધ વ્યાખ્યા, કાર્યક્ષેત્ર, ઉદ્દેશ, માર્ગદર્શનની વિગતો, લીગલ પ્રોવિઝન, જેમાં જનરલ ગાઈડલાઈન જેવી કે પ્રોહીબીટેડ એરિયા, ટેમ્પરરી હોર્ડિંગ્સની જોગવાઈ, કલર કોડ, સ્ટ્રક્ચર ડીઝાઇન વિગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.

જાહેરાત કરવા બાબતે કાયદાકીય જોગવાઈ

– અ.મ્યુ.કો.ની જગ્યામાં જાહેરાત

– ખાનગી માલિકીની જગ્યામાં જાહેરાત

– કીઓસ્ક દ્વારા જાહેરાત

– ગેન્ટ્રી દ્વારા જાહેરાત

– પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક ઉપર જાહેરાત

– ટ્રાફિક બુથ ઉપર જાહેરાત

– મૂવિંગ વેહીકલ પરથી જાહેરાત

– બલૂન ઉપર જાહેરાત

– બસ શેલ્ટર ઉપર જાહેરાત

– સેલ્ફ સાઈનેઝ

જાહેર ખબરની પરવાનગી અંગે લાયસન્સ ફ્રી અને ચાર્જીસ વસૂલવા અંગેની જોગવાઈ. તેમજ બીનપરવાનગીની જાહેરાત સંદર્ભે દંડ અને વહીવટી ચાર્જ વસૂલવા અંગેની જોગવાઈ. (ખાનગી જગ્યામાં જાહેરાતનાં દર સ્ટેન્ડીગ કમિટી ઠરાવ ન.૯૨૮ તા.૨૨.૧૧.૨૦૧૮ તથા મ્યુનીસીપલ બોર્ડ ઠરાવ ન. ૧૦૭૫ તા.૨૪.૧૨.૨૦૧૮થી મંજુરી અનુસાર),

જાહેરાતના નિયમન અંગે ઇન્સ્પેકશન, નિયમનો ભંગ તથા તે સંદર્ભે નોટીસ આપવાની સત્તા, પગલા લેવાની સત્તા વિગેરે બાબતની જોગવાઈ. પરવાનેદારે જાહેરાતની પરવાનગી મેળવવા માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ, પરવાનગીની પ્રકિયા, પરવાનેદારની ફરજ તથા જવાબદારી વિગેરે બાબતની જોગવાઈ, જાહેરાતની પરવાનગી સંદર્ભે ઉદભાવાતા પ્રશ્નોનાં નિકાલ અર્થે સુનાવણી કરી નિકાલ કરવા બાબતની જોગવાઈ.આ ઉપરાંત સદર પોલિસીમાં સિડ્યુલમાં વિવિધ પ્રકારે જાહેરાતની લાયસન્સ ફી, બિન પરવાનગીનાં જાહેરાતનાં દંડની વિગતો. તેમજ એપેન્ડીક્સમાં વિવિધ પ્રકારની જાહેરાતનાં અરજી ફોર્મની વિગતો સમાવેશ કરેલ છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.