કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટના આધારે ગુજરાતની ATSની ટીમે ગોધરા અને અન્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ISIS અને પાકિસ્તાન સાથેના સંબંધમાં પાંચ લોકોને અમદાવાદ ATS ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. હાલ તમામની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
એટીએસના ઉચ્ચ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોધરાના એટીએસ અધિકારીઓ એક મહિલા સહિત પાંચ લોકોની પૂછપરછ કરી રહ્યા છે. તેના શંકાસ્પદ બેંક એકાઉન્ટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય તેના પાસપોર્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ઈનપુટના આધારે તપાસ કરી રહેલી ગુજરાત એટીએસએએ આ પાંચ લોકોના પાકિસ્તાન અને આઈએસઆઈએસ સાથે સંબંધ હોવાનું ખુલ્યું છે. આ તમામ લોકોના મોબાઈલ સહિત ઈલેક્ટ્રોનિક ગેઝેટની ચકાસણી કરવામાં આવી રહી છે. આ પાંચેય શકમંદોની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.