સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી
પ્લેસમેકીંગ એરીયા અને પાર્કીંગ એરીયામાં રાજહંસ ઈન્ફાકોન(ઈન્ડીયા) પ્રા.લી.ના સ્વખર્ચની સામે ૨૫% જાહેરાતનાં રાઇટસ અ.મ્યુ.ર્કો તેમજ ૭૫% જાહેરાતનાં રાઇટસ ૧૫ વર્ષ માટે રહેશે
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ઇન્દિરા બ્રીજ થી તાજ સર્કલ સુધીનો એરપોર્ટ રોડ રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ તૈયાર કરી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડથી ડેવલોપ કરવામાં આવશે જેમાં રોડની લંબાઈ-૧.૭ કિ.મી., રોડની પહોળાઈ-૬૦ મીટર,મેઈન કેરેજ વેની પહોળાઈ-૯.૯ મીટર બંન્ને સાઈડ, મીડીયન પહોળાઈ-૧.૫ મીટર, પ્લેસ મેકીંગ એરીયા-૪.૭ મીટર બંન્ને સાઈડ, સર્વિસ રોડ-૭.૫ મીટર બંન્ને સાઇડ,ફૂટપાથ-૩.૫ મીટર બંન્ને સાઇડ રહેશે.
દાણીએ વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટ રોડ (ઇન્દીરા બ્રિજ સર્કલ થી તાજ સર્કલ) સુધીનો રસ્તો આઇકોનીક રોડ(સીટી એન્ટ્રી રોડ) તરીકે ડેવલોપમેન્ટ કરવાની કામગીરી પ્રગતિમાં છે.જે બંન્ને મહાનગરપાલીકા ગાંધીનગર તથા અમદાવાદ કનેકટીંગ તેમજ ગુજરાતનાં પાટનગર તથા એરપોર્ટને જોડતો મુખ્ય વી.વી.આઈ.પી રસ્તો હોઈ,જેમાં શહેરની આગવી ઓળખ ઉભી થાય તે માટે આઇકોનીક રોડ તરીકે ડેવલોપમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મેઇન રોડ, સર્વિસ રોડ, ફૂટપાથ, પાર્કીંગ તેમજ મીડીયન તથા પ્લેસ મેકીંગ એરીયા સાઈડની ગ્રીલ તેમજ લેન્ડસ્કેપ માટેની સોઇલ, સ્ટ્રીટ લાઇટ જેવી કામગીરી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કામગીરી કરાવવામાં આવનાર છે.જયારે પી.પી.પી તરીકે ડેવલોપ કરવા માટે આવનાર બીડર્સ રાજહંસ ઈન્ફાકોન(ઈન્ડીયા) પ્રા.લી., દ્વારા પ્લેસ મેકીંગની અંદર ડેકોરેટીવ લાઇટ, સ્કલપ્ચર, જીવંત ટોપિયરીઓનો વિકાસ(લેન્ડસ્કેપીન્ગ), વોટર ફાઉન્ટેન, વોટરબોડી/ફોલ, રાત્રી સમયે ઝાડ પર લાઇટીંગ, રીક્રયેશન એકટીવીટી, કિયોસ્ક, હોર્ટીકલ્ચર પ્લાન્ટેશન, ટ્રાફીક આઇલેન્ડ લેન્ડસ્કેપ્નીંગ, સ્ટાન્ડ બસ સ્ટેન્ડ, એડવાન્સ ડસ્ટબીન, ડ્રીપ ઈરીગેશન ફેસીલીટી ફોર લેન્ડ સ્કેપ્નીંગ, બોલાર્ડ, કેટલ ટ્રેપ, હેન્ગીંગ બાસ્કેટ વીથ એલ.ઈ.ડી પોલ, ગેન્ટ્રી,સેલ્ફી પોઈન્ટ, હાઉસકીપીંગ ડેવલોપમેન્ટ એરીયા, સીક્યુરીટી, સ્ટાફ વગેરે.સવલત સાથેનું ડેવલોપમેન્ટ રાજહંસ ઇન્ફાકોન(ઈન્ડીયા) પ્રા.લી., દ્વારા સ્વખર્ચે ૧૫ વર્ષ સુધીનાં તમામ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ સાથે કરવામાં આવનાર છે. પ્લેસમેકીંગ એરીયા અને પાર્કીંગ એરીયામાં રાજહંસ ઈન્ફાકોન(ઈન્ડીયા) પ્રા.લી. દ્વારા તેઓના સ્વખર્ચની સામે ૨૫%નાં જાહેરાતનાં રાઇટસ અ.મ્યુ.ર્કો. ને તેમજ ૭૫% જાહેરાતનાં રાઇટસ ૧૫ વર્ષ માટે તેઓના રહેશે.જાહેરાતનાં રાઈટસમાં આધુનિક સ્ટ્રકચર લાઈટીંગ સુશોભન સાથે ઉભા કરીને ડેવલોપ કરવામાં આવશે જેમાં ગેન્ટ્રી સ્ટ્રકચર,બીલ બોર્ડસ,વર્ટીકલ પોસ્ટ હોર્ડીંગ,કિયોસ્ક દરેક સ્ટ્રીટ લાઇટ પર બસ સ્ટેન્ડ જંકશન/સર્કલ, જેનાંથી રોડની સુંદરતામાં પણ વધારો થનાર છે.