ધારાસભ્યો ,કાઉન્સીલરો તથા એન.જી.ઓ. નો સાથ સહકાર મેળવી નાગરીકોને ગમે ત્યાં ગંદકી ન કરીને અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહકાર આપવા અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવ માહિતી આપતા જણાવ્યું હતું કે સફાઈ ઝુંબેશ અંતર્ગત દર શુક્રવારે ગુજરાત સરકારનાં સ્વચ્છતા હી સેવા થીમ હેઠળ શરૂ કરવામાં આવેલ ૬૦ દિવસ સફાઈ ઝુંબેશ કાર્યક્રમનાં ભાગરૂપે સ્વચ્છતાનાં અભિયાનને વેગવંતી બનાવવાનાં હેતુસર કાર્યક્રમ અંતર્ગત જુદા-જુદા સઘન જનજાગૃતિ અને સફાઈ ઝુંબેશ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેમાં અમદાવાદ શહેરનાં વિવિધ ઝોનમાં આવેલ ધાર્મિક સ્થળોની વોટરથી ધોવડાવી સ્વચ્છ કરવાની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.તા.૦૮/૧૨/૨૦૨૩ નાં સવારે ૯:૦૦ કલાકે ધારાસભ્યશ્રીઓ, મ્યુનિ કાઉન્સીલરશ્રીઓ જેવા મહાનુભાવો તથા એન.જી.ઓ. નો સાથ સહકાર મેળવી શહેરમાં ધાર્મિક સ્થળોની સફાઈની કામગીરી કરી નાગરીકોને ગમે ત્યાં ગંદકી ન કરીને અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહકાર આપવા અંગે જનજાગૃતિ અભિયાન કરવામાં આવનાર છે.આ ઉપરાંત ૦૭ ઝોનનાં આવેલ બીજા અન્ય ધાર્મિક સ્થળોને પણ સફાઈ માટે આવરી લીધેલ છે. શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી સ્વચ્છતા હી સેવાનાં કાર્યક્રમો અંતર્ગત સ્વચ્છતા અંગે સઘન જનજાગૃતિનાં હેતુને સિધ્ધ કરવામાં આવેલ છે.