રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વાર લોકોને ન્યાય મળવામાં વિલંબનો મુદ્દો આજે સંસદ (રાજ્યસભા)માં ઉઠાવવામાં આવ્યો હતો. દેશની હાઈકોર્ટમાં 324 જજોની જગ્યાઓ એટલે કે 29 ટકાથી વધુ જજોની જગ્યાઓ ખાલી છે.સંસદમાં એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે હાઈકોર્ટના ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયાધીશોની નિમણૂક માટે દરખાસ્તો મોકલવામાં આવી હોવા છતાં, સરકાર તેમને હોલ્ડ પર રાખે છે અને ભાજપ સરકાર તેની પસંદગી મુજબ ન્યાયાધીશોની નિમણૂક કરવાનો પ્રયાસ કરી રહી છે.કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો કે સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ઠપકો આપવો પડે છે કારણ કે તે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્તોને દબાવી દે છે અને ભાજપ સરકાર તેને ગમે ત્યાં ક્લિયર કરવા માગે છે. મેમોરેન્ડમ ઓફ પ્રોસીજર ખૂબ જ સ્પષ્ટ છે અને બંધારણની કલમ 224 ખૂબ જ સ્પષ્ટ છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ, પરંતુ ભાજપ સરકાર ન્યાયિક વ્યવસ્થામાં પણ મનસ્વી રીતે પોતાના મનપસંદ ન્યાયાધીશોની નિમણૂક કરવાનો પ્રયાસ કરી રહી છે.
વિડીયો લિંક https://youtu.be/3CKfLUjh5As