ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એકટ લાગુ થયા બાદ પ્રથમ સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં અનેક મહત્વના નિણર્ય કરવામાં આવ્યા છે. સમાજવિદ્યા ભવનના મહિલા પ્રોફેસરને માનસિક ત્રાસ આપનાર પ્રોફેસર મુકેશ ખટીકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 17 પ્રોફેસરની ખોટી ભરતી મામલે સમાજવિદ્યા ભવનના પ્રોફેસર વનરાસિંહ ચાવડા અને પ્રોફેસર વિપુલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. HPP કોર્સમાં નાણાકીય ગોટાળો મામલે પ્રોફેસર કમલજીત લખતરિયા સામે તપાસ કમિટી નીમવામાં આવશે. આ ઉપરાંત સસ્પેન્ડ સિવાયના તમામ પ્રોફેસરની CASનો લાભ આપવા આવશે.
સમાજવિદ્યા ભવનના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર મુકેશ ખટીક સામે તેમના જ વિભાગના મહિલા પ્રોફેસરે ફરિયાદ કરી હતી કે, મહિલા પ્રોફેસરની મૂકેશ ખટીક ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપે છે. મહિલા પ્રોફરને મળનાર એલાઉન્સ અટકાવી રાખવામાં આવ્યું છે. મહિલા પ્રોફેસરને ભવિષ્ય માટે અભ્યાસ કરવો છે તે અભ્યાસ કરવાના કાગળ પર પરવાનગી આપતા નથી તથા તેમના પ્રમોશન માટે કાગળ પણ સહી કરતા નથી. અવારનવાર રજૂઆત કરી છતાં માનસિક ત્રાસ આપે છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા WDC વિભાગને તપાસ સોંપવામાં આવી હતી. WDC દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેના આધારે આજની બેઠકમાં મુકેશ ખટીકને સસ્પેન્ડ કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. નિવૃત્ત જજની કમિટી બનાવીને તેમના વિરૂદ્ધ તપાસ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના 17 પ્રોફેસર સામેની ભરતી ખોટી હોવાની ઉચ્ચ શિક્ષણ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવી હતી. પ્રોફેસરના ભરતીના કાગળ અને અન્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસ પૂર્ણ થતાં કમિટીએ ઉચ્ચ શિક્ષણની રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટના આધારે આજે મળેલી બેઠકમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા સમાજવિદ્યા ભવનના પ્રોફેસર વનરાજસિંહ ચાવડા અને વિપુલ પટેલને ભરતી મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં તપાસ કમિટી બનાવીને તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત કોમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રોફેસર અને એનિમેશન વિભાગના પૂર્વ વડ કમલજીત લખતરિયાએ પોતાના કાર્યકાળ દરમિયાન HPP કોર્સમાં નાણાકીય ઘોટાડા કર્યા હતા તે બદલ તેમની સામે તપાસ કમિટી રચવામાં આવી છે જે તપાસ કરશે. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોને કેરિયર એડવાન્સ સ્કીમનો લાભ પણ આપવામાં આવશે. કેટલાક સમયથી પ્રોફેસરોને પ્રમોશન અને પગાર વધારાની પ્રક્રિયા ચાલી રહી હતી જેને આજે મંજૂરી મળતા 70થી વધુ પ્રોફસરોને પ્રમોશન આપવામાં આવશે.
માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસરે વિભાગના વડ મુકેશ ખટીક વિરુદ્ધ યુનિવર્સિટીના કુલપતિને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહિલા પ્રોફેસરને CAS હેઠળ પ્રમોશન લેવાનું છે પરંતુ વિભાગના વડા 2 દિવસથી સહી કરતા નથી. અગાઉ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને 22 એપ્રિલ, 9મે અને 20 જુલાઈના રોજ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ લેવામાં આવ્યા નથી જેથી મુકેશ ખટીક શૈક્ષણિક કારકિર્દીમાં અવરોધ કરવાનું અને માનસિક હેરાન કરવાનું કામ કરે છે.
આ ઉપરાંત અગાઉ ઓક્ટોબર 2022થી સરકાર થકી વાહન
ભથ્થું કાયમી કર્મચારી તરીકે તેમને મળવા લાયક હતું પરંતુ
મુકેશ ખટીકે સહી ન કરી યુનિવર્સિટી ઓફિસમાં ટેલીફોનિક
જાણ કરી ભથ્થામાં ક્યારેય સહી નહિ કરે એવું જણાવ્યું
હતું. જેથી આજ દિન સુધી તેમને વાહન ભથ્થું મળતું નથી.
પોતાના વિભાગના વડા તરીકેની સરકાર તરફથી મળતા
સત્તાનો દુર ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત કારકિર્દી માટે
રિફ્રેસરે કોર્ષ કરવો પણ જરૂરી છે જે કોર્ષ ના કરવા દેવા
પણ અવરોધ ઉભા કરવામાં આવે છે. આમ મુકેશ ખટીક
દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.