ગાંધીનગર જિલ્લા ભાજપા કાર્યાલય “કમલમ” ખાતે કોંગ્રેસના ઝારખંડના સાંસદ ધીરજ શાહુ પાસેથી પકડાયેલ 200 કરોડથી વધુ ભ્રષ્ટાચારની રકમના સંદર્ભમાં પ્લે કાર્ડ અને બેનરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી સહિત સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં કોંગ્રેસના ઝારખંડના સાંસદ ધીરજ શાહુ પાસેથી 200 કરોડથી વધુ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. કોંગ્રેસના આ સાંસદના અનેક બિઝનેસ ગ્રુપ તેમજ તેમનો સમગ્ર સાહુ પરિવાર આ સમગ્ર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ હોવાનું કહી જિલ્લા ભાજપા પ્રમુખે કહ્યું હતું કે, કોંગ્રેસની દુકાનમાંથી ચલણી નોટોનો પહાડ મળી આવ્યો છે. કોંગ્રેસની દુકાન મહોબતની નહીં પરંતુ જૂઠ લૂંટ અને ભ્રષ્ટાચારની દુકાન છે. એક તરફ કોંગ્રેસ સહિતના દેશને લૂંટનારા લોકોનું ઘમંડી ગઠબંધન અને ભ્રષ્ટાચાર આચરવાની અને કમિશન લૂંટની ગેરંટી છે અને બીજી બાજુ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગરીબો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ નાગરિકોના જીવન સુખી અને સમૃદ્ધ બન્યા છે. કોંગ્રેસે તેના શાસન દરમિયાન ગરીબો, વંચિતો, ખેડૂતો તેમજ દેશના નાગરિકોને લૂંટવાનું કામ જ કર્યું છે. દેશના અર્થતંત્રને ખોખલું કરીને દેશને અનેક વર્ષો પાછળ ધકેલી દીધો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ અને તેના મળતીયાઓએ 550 કરોડનું મનરેગા કૌભાંડ કોલસાની ફાળવણી કૌભાંડ, 1500 કરોડનું ખાણ ખનીજ ખોદકામ કૌભાંડ, 1500 કરોડનું ગ્રામીણ વિકાસ કૌભાંડ, 3000 કરોડનું જમીન કૌભાંડ, 1500 કરોડ દારૂ કૌભાંડ, સ્પ્રેક્તમ ફાળવણી કૌભાંડ, કોમન વેલ્થ ગેમ્સ કૌભાંડ જેવા ગણાય નહીં શકે તેવા કૌભાંડોની હારમાળા સર્જીને દેશને ઉધઈની જેમ કોરી ખાધો છે.