*એ.સી.બી. સફળ ટ્રેપ*
*ફરીયાદી :*
એક જાગૃત નાગરીક
*આરોપી :*
અનિતાબેન કાંતિભાઈ રાવળ,
ઉ.વ. ૨૯, હોમ ગાર્ડ સહાયક કારકુન, ઓફિસર કમાન્ડિંગની કચેરી, વિજાપુર, જી.મહેસાણા.
*લાંચની માંગણીની રકમ:* રૂા.૨,૫૦૦/-
*લાંચ સ્વીકારેલ રકમ :* રૂા.૨,૫૦૦/-
*રીકવરી કરેલ રકમ :* રૂા.૨,૫૦૦/-
*ટ્રેપની તારીખ :*
તા.૦૮/૧૨/૨૦૨૩,
*ટ્રેપનું સ્થળ:*
ઓફિસર કમાન્ડિંગની કચેરી, હોમગાર્ડ યુનિટ કચેરી, વિજાપુર, મહેસાણા
*ટુંક વિગત :*
તે એવી રીતે આ કામના ફરીયાદીની તા.૨૮/૧૦/૨૦૨૩ના રોજ બંદોબસ્તના રિહર્સલમાં ગેરહાજરી પડેલ. તે અંગેની તેઓ વિરૂદ્ધની ઇન્કવાયારી ચાલતી હોય, જે ઈન્કવાયરીનો નિકાલ કરી આપવા અને નોકરી ચાલુ રાખવા સારું આક્ષેપિતે ફરિયાદી પાસે રૂ.૨,૫૦૦/- ની લાંચની માગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતને આપવા માગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરેલ. ફરીયાદી ની ફરીયાદ આધારે તા.૦૮/૧૨/ ૨૦૨૩ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં, છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨,૫૦૦/-ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કર્યા બાબત.
*ટ્રેપ કરનાર અધિકારી :*
શ્રી ટી.એમ.પટેલ,
I/C ફિલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, ગાંધીનગર એકમ, ગાંધીનગર
*સુપર વિઝન અધિકારી :*
શ્રી એ.કે.પરમાર,
મદદનીશ નિયામક, એ.સી.બી., ગાંધીનગર એકમ