નવી આવાસ યોજનાના લાભાર્થીઓને માથે 11હજારનો બોજો વધશે, ગુડાએ મેઈન્ટેનન્સમાં વધારો કર્યો

Spread the love

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ડ્રો આધારીત ફાળવવામાં આવતાં આવાસોમાં વિજળી અને પાણી- ડ્રેનેજના જોડાણ માટે કુલ મેઈન્ટેનન્સમાં 11 હજાર જેટલી રકમ વધુ વસૂલવાનો નિર્ણય તાજેતરમાં કરવામાં આવ્યો છે. ગત માસ યોજાયેલ બોર્ડ બેઠકમાં આ મુદ્દો મૂકવામાં આવ્યો હતો. જેને તત્કાલિન સમયમાં બહાલી આપીને મંજૂર કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં જ આ બાબતેની મંજૂરી મળતાં, નવી તમામ સ્કીમમાં પાણી-ડ્રેનેજ અને વિજ જોડાણની જરૂરીયાત માટે ભરવા પડતી રકમ હવેથી લાભાર્થીને ભરવી પડશે, જેથી કરીને લાભાર્થીઓને માથે 11હજારનો બોજો વધશે. ગુડા દ્વારા જોડાણ અર્થે ભરવામાં આવતી કરોડોની રકમ લાભાર્થી પાસે ભરાવવાં માટે તંત્રના સત્તાધીશો દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરીને મંજૂર કરવામાં આવ્યું છે. જેથી કરીને આગામી સમયમાં ફાળવવામાં આવતાં તમામ આવાસોના લાભાર્થીને ગુડાએ નક્કી કરેલ વધારાની રકમ સાથેનું મેઈન્ટેનન્સ ભરવું પડશે.

આર્થિક નબળાં વર્ગની કેટેગરીમાં ગુડા દ્વારા 5.50 લાખના 1 બીએચકે ટાઈપના આવાસો લાભાર્થી માટે બનાવવામાં આવતાં હોય છે. જેમાં 55 હજાર ડિપોઝીટ પેટે વસૂલવામાં આવતાં હોય છે. પરંતુ વિજ અને ડ્રેનેજ-પાણીના જોડાણ માટે યુજીવીસીએલ સહિત અન્ય વિભાગોમાં ભરવી પડતી રકમથી આર્થિક ભારણ ગુડાને ભોગવવું પડતું હતું. જે હવે નવી આવાસ યોજનાના લાભાર્થીઓને ભરવા પડશે. ગુડામાં આવાસના નાણાં ભરાવવા માટે તંત્ર દ્વારા નોટીસ ફટકારવી પડે છે, તેવા કિસ્સામાં મેઈન્ટેનન્સમાં ઉમેરાતાં વધારાના 11હજાર આગામી દિવસોમાં ભરાશે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ આ કારણે ગુડામાં કામનું ભારણ પણ વધશે અને કેટલાંક કિસ્સામાં જ્યાં સુધી પાણી-ડ્રેનેજ અને વિજ જોડાણ માટેનો વધારો લાભાર્થી દ્વારા ભરવામાં નહીં આવે ત્યાં સુધી પઝેશનથી વંચીત રહેવાનો વારો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ડ્રો આધારીત ફાળવવામાં આવતાં આવાસોમાં વિજળી અને પાણી-ડ્રેનેજના જોડાણ માટે કુલ મેઈન્ટેનન્સમાં 11 હજાર જેટલી રકમ વધુ વસૂલવાનો નિર્ણય તાજેતરમાં કરવામાં આવ્યો છે. ગત માસ યોજાયેલ બોર્ડ બેઠકમાં આ મુદ્દો મૂકવામાં આવ્યો હતો.

તાજેતરમાં મંજૂર કરવામાં આવેલ ઠરાવથી વાસણા-હડમતીયા, સરગાસણ અને વાવોલમાં લાગુ કરાયેલ 2663 આવાસ યોજનાના આવાસોની યોજનામાં પણ આ ઠરાવ લાગુ પડશે. 2663 આવાસ યોજનાના નિયમોમાં પણ સુધારો કરાશે. જેથી કરીને હવેથી કુલ રકમ સહિત અંદાજીત 11 હજારના વધારા સાથેનું મેઈન્ટેનન્સ લાભાર્થીઓને ભરવું પડશે, જેથી કરીને કુલ 2.93 કરોડ રૂપિયાનું ભારણ લાભાર્થીના માથે થોપાશે. જ્યારે એટલી રકમ અન્ય વિભાગોમાં ભરવામાં ગુડાને રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com