આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારી
ગુજરાત સરકાર યોજનાઓને નામે ખેડૂતોને છેતરવાનું બંધ કરે: સાગર રબારી
યોજનાના 121 કરોડ રૂપિયા જો જિલ્લાવાર ફાળવવાના આવે તો દરેક જિલ્લાના ભાગે ફક્ત 3.66 કરોડ રૂપિયા આવે, જે પૂરતા નથી: સાગર રબારી
ખેડૂતોની વધુ એક મુશ્કેલી એ છે કે, શરૂ થતાની 2 મિનિટમાં જ સરકારી પોર્ટલ બંધ થઇ જાય છે: સાગર રબારી
સરકારે સ્પષ્ટતા કરે કે શું આખા ગુજરાતમાંથી વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોની પસંદગી થશે?: સાગર રબારી
અમદાવાદ
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારીએ એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ગુજરાત સરકાર યોજનાઓને નામે ખેડૂતોને છેતરવાનું બંધ કરે. ગુજરાત સરકારે વર્ષ 2023-24નું બજેટ જાહેર કરતી વખતે ખેડૂતોને જંગલી જાનવરો અને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ મળે એ માટે સોલર તાર ફેન્સીંગ યોજનાની જાહેરાત કરી હતી. જાહેરાત એવી હતી કે જાણે કે ગુજરાતના તમામ ખેડૂતોના ખેતરોને તાર ફેન્સીંગ યોજનાનો લાભ મળી જશે. બધા ખેતરે વાડ થઇ જશે. પરંતુ વાસ્તવિકતા જુદી છે. સરકાર જાહેરાત કરે છે એ પ્રમાણે અમલ કરતી નથી. જોગવાઈ ક્રમ 20 અનુસાર વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે અને સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટની ખરીદી માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનાઓ.આ યોજનામાં 121 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.હમણાં સોલર તાર ફેન્સીંગ યોજનાનો લાભ આપવા માટે આઈ-પોર્ટલે જુદી જુદી તારીખે ખુલ્લું મુકવાની જાહેરાત કરી. જાહેરાત મુજબ, 8 ડિસેમ્બરથી 30 દિવસ સુધી: અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લા માટે આઈ પોર્ટલ નોંધણી માટે ખુલ્લું મુકાશે. 10 ડિસેમ્બરથી 30 દિવસ સુધી: મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા માટે આઈ પોર્ટલ નોંધણી માટે ખુલ્લું મુકાશે. 12 ડિસેમ્બરથી 30 દિવસ સુધી: સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને ભરૂચ જિલ્લા માટે આઈ પોર્ટલ નોંધણી માટે ખુલ્લું મુકાશે.121 કરોડ રૂપિયાની જોગવાઈને 200 રૂપિયા રનિંગ મીટરના ભાવ વડે ભાગાકાર કરીએ તો 60,50,000 મીટર, 6050 કિલોમીટર લાંબી વાડ થાય એટલા ખેડૂતોને યોજનાનો લાભ મળે. 10,083.33 હેકટર જમીનને લાભ મળે. 3 ભાગમાં 8 ડિસેમ્બર, 10 ડિસેમ્બર અને 12 ડિસેમ્બરના રોજ પોર્ટલ ખુલ્લું મુકવાના છે. તો 3 ભાગમાં દરેકને સરખા ભાગે આપવાના હોય તો તારીખ પ્રમાણેના બધા જિલ્લાને મળીને 3,361.11 હેકટર જમીનને લાભ મળે.
ગુજરાતમાં 33 જિલ્લા છે: જિલ્લા વાર જો યોજનાનો લાભ સરખા ભાગે ફાળવવાનો હોય તો એક જિલ્લામાં 305 હેકટર જમીનને લાભ મળે.આખી રકમ 121 કરોડ રૂપિયા જો જિલ્લાવાર ફાળવવાના આવે તો દરેક જિલ્લાના ભાગે 3.66 કરોડ રૂપિયા આવે.યોજનાની ખામીઓ એ છે કે, સ્પષ્ટતા નથી કે આખા ગુજરાતમાંથી વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોની પસંદગી થશે? એ પણ સ્પષ્ટતા નથી કે, જે 3 ભાગમાં પોર્ટલ ખુલ્લું મુખ્યુ છે એમાંથી ભાગ પ્રમાણે વહેલા તે પહેલાના ધોરણે પસંદ થશે? એ પણ સ્પષ્ટતા નથી કે, દરેક જિલ્લામાંથી વહેલા તે પહેલાના ધોરણે પસંદગી થશે? ખેડૂતોની મુશ્કેલી એ છે કે, શરૂ થતાની 2 મિનિટમાં જ પોર્ટલ બંધ થઇ જાય છે. 2 હેકટર સાદી રીતે જોઈએ તો… 200×100 મીટરનો પ્લોટ થાય, રનિંગ મીટર કરો તો 200+200+100+100 = 600 રનિંગ મીટર થાય.