લોકસભાની ચૂંટણી પૂર્વે ગ્રાઉન્ડ ઉપર ભાજપના કાર્યકરોને દોડતા કરવા આજે 156 ધારાસભ્યો અને જિલ્લા સંગઠનોના પ્રમુખોને કમલમમાં હાજર રહેવા આદેશ

Spread the love

લોકસભાની ચૂંટણી પૂર્વે ગ્રાઉન્ડ ઉપર ભાજપના કાર્યકરોને દોડતા કરવા પ્રદેશ ભાજપ પ્રમુખે મંગળવારે 156 ધારાસભ્યો અને જિલ્લા સંગઠનોના પ્રમુખોને અહીંના કોબા સ્થિત શ્રી કમલમે હાજર થવા આદેશ કર્યો છે.

ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોને મંગળવારે સાંજે પોતાના કમ્પ્યુટર ઓપરેટરને સાથે લાવવા કહેવાયુ છે. જેથી હાલમાં પ્રદેશ કક્ષાએથી નિયમન થઈ રહેલી પેજ સમિતિઓનું સંચાલન અને આવી સમિતિઓ દ્વારા સ્થાનિક ક્ષેત્રોમાં રાજકીય કાર્યક્રમો, સરકારી યોજનાઓનો પ્રચાર- પ્રસાર અને અમલ હવે જે તે ક્ષેત્રના ધારાસભ્ય અને પ્રમુખોને હસ્તક રહી શકે.

ભાજપે હવે કાર્યકરોની ફોજને આધારે ચૂંટણી વ્યવસ્થાપન અને સરકારી યોજનાઓના પ્રચાર પ્રસારની સાથે ટેકનોલોજી આધારિત વ્યુહાત્મક પધ્ધતિ પર ફોકસ વધાર્યુ છે. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ત્યારબાદ વર્ષ 2022ના અંતે વિધાનસભા ચૂંટણીમાં પેજસમિતિઓ દ્વારા પોતાના તરફ મતદાન કરાવવામાં આવી સમિતિઓ સફળ રહ્યાનુ કહેવાય છે. આથી, આગામી લોકસભા ચૂંટણીમાં પણ પેજ સમિતિનો મહત્તમ ઉપયોગ કરવા તેનું આખેઆખુ માળખુ- સોફ્ટવેર વિધાનસભા મતક્ષેત્ર અને જિલ્લાવાર વિભાજીત કરીને જે મતક્ષેત્રમાં ભાજપના ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખોને તબદિલ કરવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બેઠક બોલાવી છે. જેમાં 156 ધારાસભ્યો અને 33 જિલ્લા, આઠ મહાનગરોના પ્રમુખો તેમજ તેમના કમ્પ્યુટર ઓપરેટરોને ખાસ ટ્રેનિંગ અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com