વર્ષો જુના શોપિંગ સેન્ટરની કાયાપલટ કરવામાં આવે તો વેપારીઓને પણ સુવિધા મળે : જાગૃત નાગરિક પરિષદ દ્વારા કોર્પોરેશનને સુચન કરાયું

Spread the love

ગાંધીનગર શહેરની રચનાને છ દાયકાથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે હાલમાં વધેલી વસ્તી અને જરૂરિયાતને ધ્યાને રાખીને વિકાસનું નવેસરથી આયોજન કરવાની આવશ્યકતા ઉભી થઈ છે. સેક્ટરોમાં આવેલા શોપિંગ સેન્ટરમાં વર્ષોથી જૂજ સંખ્યામાં વેપાર ધંધા આવેલા હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો પણ સ્થાનિકોને કરવો પડતો હોય છે. જે અંગેની ચર્ચા અવારનવાર સ્વૈચ્છિક સંસ્થાઓની બેઠકમાં કરાઈ છે.

રાજ્યના પાટનગરની રચના વખતે દરેક સેક્ટરોમાં શોપિંગ સેન્ટરો ઊંભા કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં વધી રહેલી વસ્તી અને જરૂરિયાતોને ધ્યાને લઈ પૂરતી સુવિધા ન હોવાના કારણે અનેક મુશ્કેલીનો સામનો નગરજનોને ક૨વો પડે છે. શોપિંગ સેન્ટરોમાં આવેલી જૂજ સંખ્યાની દુકાનોમાં ભારે ભીડ ભેગી થતી હોય છે. જેના પગલે ઘણી વખત અફરાતફરિનો માહોલ પણ ઉભો થતો હોય છે.

તો બીજી તરફ છેલ્લા ઘણા વર્ષોથી દુકાનોના રિનોવેશનની કામગીરી પણ હાથ ધરવામાં નહીં આવતા ઘણી જગ્યાએ બિસ્માર પણ બનવા માંડી છે. તો બીજી તરફ શોપિંગ સેન્ટરમાં આજની જરૂરિયાતને ધ્યાને રાખીને વધુ દુકાનો બનાવવામાં આવે તો વેપાર ધંધાનો પણ વિકાસ થઈ શકે એમ છે. જે અંગેની ચર્ચા અવારનવાર શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓની બેઠકમાં કરવામાં આવે છે. ત્યારે રોજિંદી જરૂરિયાત હોવાના કારણે લોકોને સેક્ટરમાં જ શાક માર્કેટની સુવિધા મળી શકે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે તો નગરજનોને સમયનો બગાડ કરીને દોડવું પડે છે તેમાંથી પણ મુક્તિ મળી શકે એમ છે. તો બીજી તરફ વષી જુના શોપિંગ સેન્ટરની કાયાપલટ કરવામાં આવે તો વેપારીઓને પણ સુવિધા મળી શકે એમ છે. જે અંગેનું સૂચન જાગૃત નાગરિક પરિષદ દ્વારા કોર્પોરેશનને કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com