ભચાઉમાં આજે એક રખડતા આખલાએ રહેણાંક વિસ્તારમાં આતંક મચાવ્યો હતો હાડકાયા બનેલા આંખલાએ અંબિકા નગર વિસ્તારને જાણે બાનમાં લીધું હોય તેમ ભયનો માહોલ સર્જી દીધો હતો. ગભરાયેલા લોકોએ આંખલા વિશેની જાણ નગરપાલિકાને કરી હતી, જેના પગલે પાલિકાના કર્મચારીઓ ઢોર પકડવાના વાહન સાથે અંબિકા નગર પહોંચ્યા હતા. જોકે ભાન ભૂલેલા આખલાએ કર્મચારીઓ અને આસપાસના રહીશોને દોડાવી મૂક્યા હતા. અંતે ભારે જહેમત બાદ આંખલો કાબુમાં આવ્યો હતો.
આ વિશેષ સ્થાનિકેથી પ્રાપ્ત માહિતી મુજબ આજે મંગળવાર બપોરે ભચાઉના અંબિકા નગર વિસ્તારમાં હડકાયા બનેલા આંખલાએ જાહેર માર્ગે પડેલી વસ્તુઓને અડફેટે લેવાનું ચાલુ કર્યું હતું, જેની જાણ સ્થાનિક નગરપાલિકાને કરાતા સુધરાઈ કર્મીઓ આખલાને પકડવા પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આખલા ઉપર કાબુ મેળવી પકડમાં લીધો હતો. આ કામગીરીમાં પાલિકાના મહેશ પ્રજાપતિ શક્તિસિંહ જાડેજા અજય રબારી પરસોતમ સોલંકી દિનેશ ખાણીયા વગેરે જોડાયા હતા ઉલ્લેખનીય છે કે હડકાયા થયા બાદ આખલાઓ ખાવા પીવાનું છોડી દેતા હોય છે અને બે થી ત્રણ દિવસમાં મરણ પામતા હોય છે એવું જાણવા મળ્યું હતું.