પોસ્ટ વિભાગે દેશભરના પોસ્ટ ઓફિસના અધિકારીઓને આદેશ કર્યો છે કે પીપીએફ, એનએસસી, કેવીપી સહિત પોસ્ટ ઓફિસની દરેક સ્મોલ સેવિંગ્સ સ્કીમના ક્લેમને લેવા માટે રૂબરૂ જવું જરૂરી નથી. તેના માટે અમુક ડોક્યુમેન્ટ બતાવીને પણ કામ થઈ જશે. પોસ્ટ વિભાગે જણાવ્યું કે આઈડી પુફ અને એડ્રેસ પુફ KYC માસ્ટર સકુંલર દ્રારા નક્કી ફોર્મેટમાં હોવું જોઈએ. રૂપાણી સરકાર અને કોંગ્રેસ વચ્ચે ઈલુ ઈલું. કોંગ્રેસની એક જ સ્ટ્રેટેજી દેકારા અને પડકારા, ગુજરાતમાં ચાવડા નિષ્ફળ નવા સર્કલ અનુસાર જો વિટનેસ ના સહી કરેલી સેલ્ફ એટેસ્ટેડ આઈડી પ્રુફ અને એડ્રેસ પુફ ક્લેમ ડોકયુમેન્ટની સાથે અટેચ છે તો પોસ્ટ ઓફિસ ક્લેમ સ્વીકાર કરવાથી ઇન્કાર ન કરી શકે. પોસ્ટ વિભાગે દરેક પોસ્ટ ઓફિસને આ આદેશ આપ્યો છે. સંકુલમાં કહેવામાં આવ્યું છે કે તેમાં નોમિની/ દાવેદારોથી પોસ્ટ વિભાગને એવી ફરીયાદો મળી રહી છે કે મૃત વ્યક્તિ PPF અથવા કોઈ અન્ય નાની બચત યોજના ક્લેમ લેવા માટે પોસ્ટ ઓફિસના અધિકારી 2 ગવાહ પોસ્ટ ઓફિસમાં બોલાવવા કહે છે. તેને જોતા પોસ્ટ વિભાગે આ સૂચન કર્યું છે. ઓળખ પત્ર માટેના ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ, પેન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, ફોટોની સાથે રાશન કાર્ડ, પોસ્ટ ઓફિસ આઈડી કાર્ડ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કોઈ પણ ઓળખ પત્ર, મનરેગા જોબ કાર્ડ.
આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, ફોટો સાથે રાશન કાર્ડ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ કોઈ પણ ઓળખ પત્ર જેના પર એડ્રેસ લખેલ હોય, જે કંપનીમાં કામ કરતા હોય તેની સેલેરી સ્લિપ, નેશનલ પોપુલેશન રજીસ્ટર દ્વારા જાહેર લેટર જેમાં નામ, એડ્રેસ, વિજળીનું બિલ, પીણીનું બિલ, ગેસ બિલ વગેરે જાણકારી હોય. પ્રોપર્ટી ટેક્સ રસીદ, કોઈ સરકારી અથવા માન્યતા પ્રાપ્ત પ્રાઈવેટ કંપની અને બેન્ક દ્વારા જાહેર લાયસન્સ એગ્રીમેન્ટ, પોસ્ટ ઓફિસની પાસબુક, બેન્ક એકાઉન્ટની પાસબુક, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ.