જો તમારા વાળનો ગ્રોથ સારો છે તો તેમાં કોઇ સમસ્યા નથી કે તે કેટલાક ખરી રહ્યા છે. વાળ ખરવા એક સામાન્ય વાત છે. પરંતુ જો તે હદથી વધારે ખરવા લાગે છે અને વાળ ભરાવદાર પણ ન હોય તો તે એક મોટી સમસ્યા છે. વાળના વિકાસની ગતિ એક વ્યક્તિમાં જુદી જુદી હોય છે. તે શરીરના પોષણ, ઉંમર, ખોરાક અને વાળના પ્રકાર પર આધારિત છે. વાળ લાંબા અને જાડા બનાવવા માટે, તમારે તેમની યોગ્ય કાળજી લેવી પડશે. આ માટે, આજે અમે તમને વાળના માસ્ક બનાવવાનું શીખવીશું, જે નિયમિતપણે લગાવવાથી તમારા વાળ બમણી ઝડપે વધશે અને ખરવાની સમસ્યાથી પણ છુટકારો મળશે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય હેર માસ્ક…
સામગ્રી :- 2-3 નંગ – જાસૂદનું ફૂલ, 50 MI – નારિયેળનું દૂધ, 2-3 ચમચી – સરસવનુ તેલ ઓલિવ ઓઇલ.
બનાવવાની રીત :- સૌ પ્રથમ એક મિક્સરમાં જાસૂદના ફુલની પાંખડી, નારિયેળનું દૂધ અને તેલ મિક્સ કરીલ લો. હવે તેને પીસી લો અને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક બાઉલમાં નીકાળી લો તે બાદ આ પેસ્ટને સ્કેલ્પ પર લગાવી લો. આ પેસ્ટને આખા વાળમાં લગાવવાની જરૂર નથી, કારણ કે આ હેર માસ્ક માત્ર હેર ગ્રોથ માટે છે. આ ઉપાય સતત થોડા દિવસ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થશે.