અમદાવાદમાં માલધારીઓ રોડ પર ઉતર્યા, અન્ન-જળનો ત્યાગ કરી ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસની ચિમકી

Spread the love

અમદાવાદમાં કોર્પોરેશન અને માલધારીઓ વચ્ચે ઢોરને લઈને મામલો ગરમાયો છે. AMCના ઢોરવાડામાં પશુઓના મોતને લઈને માલધારીઓનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. ગઇકાલે રાત્રે મોટી સંખ્યામાં માલધારીઓ દાણીલીમડા ઢોરવાડાની બહાર ઊમટી પડતા ગંભીર માહોલ જોવા મળ્યો હતો. માલધારીઓ રોડ પર ઉતરી પડતા ચક્કાજામના દૃશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ગાડીઓ દોડી આવી હતી અને સાયરનથી વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. એક તબક્કે મામલો બિચકે એ પહેલા પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને માલધારીઓ થોડીવારમાં વિખેરાઇ ગયા હતા.

આંદોલનકારી કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારા ત્રણ દિવસથી ધરણા ચાલે છે. માલધારીઓના ઘરેથી પકડીને ગાયો લઈ જવામાં આવે છે. હાઇકોર્ટે એવું કહ્યું છે કે, રોડ પરથી ગાયો પકડી લ્યો પણ કોર્પોરેશન માલધારીઓના ઘરેથી ગાયો પકડી જાય છે. આ ઢોરવાડા (કતલખાના)માં અમારી ગાયો નાખી છે. થોડા દિવસ પહેલા વીડિયો વાઇરલ થયો હતો જેમાં ગાય માતાના મૃતદેહો છૂટા ફેંકી દેવામાં આવે છે તેવું જોવા મળ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, ગાયના મૃતદેહોના નિકાલ માટેની સાઈટ પર ગાય માતાના હાડકા, માંસ, ચામડાનો વેપાર થતો હતો. ગાય માતાના મૃતદેહને કાપી નાખવામાં આવતા હતા. નાના વાછરડાને કૂતરાને ખવડાવી દેવામાં આવતા હતા. માત્રને માત્રને ગાય માતાની હત્યાને લઈને અમે ધરણા પર બેઠા છીએ. રોજની 25 ગાય મરે છે. આજે અમે AMC ઓફિસે જવાના છીએ, અમને જવાબ ન મળ્યો તો ગાંધીનગર આમરણાંત અન્ન-જળનો ત્યાગ કરી ધરણા કરવાના છીએ.

માલધારી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, AMCની બેદરકારીથી પશુઓના મોત થઈ રહ્યાં છે. માલધારીઓ દાણીલીમડા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઢોરવાડાની બહાર રાત્રે ધરણા પર બેઠા હતા. જેમાં સમાજના કેટલાક મોટા આગેવાનો પણ પહોંચ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં માલધારી સમાજના યુવાનો પણ એકત્રિત થયા હતા

મોટી સંખ્યામાં માલધારીઓ ભેગા થઈ જતા દાણીલીમડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે થોડીવારમાં જ પોલીસ દ્વારા માલધારીઓના ટોળાને વિખેરી દેવામાં આવ્યું હતું. ઢોરવાડાની બહાર મોટી સંખ્યામાં માલધારીઓએ એકત્રિત થઈ અને ગંભીર માહોલ સર્જ્યો હતો. પરંતુ થોડી જ વારમાં માલધારીઓ વિખેરાય ગયા હતા.

મળતી માહિતી મુજબ ગત રાત્રે દાણીલીમડા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાં 100થી વધુ માલધારીઓનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. છેલ્લા ત્રણ દિવસથી માલધારીઓ ઢોરવાડાની બહાર પશુઓના મોત મામલે ધરણા ઉપર બેઠા છે. ત્યારે આજે કેટલાક માલધારી સમાજના આગેવાનો અને ભુવાજીઓ ઢોરવાડા ખાતે પહોંચ્યા હતા.

એક તરફનો આખો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા દાણીલીમડા પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. માલધારીઓનો કોઈ કાર્યક્રમ નહોતો, માત્ર તેઓના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા. થોડા સમય બાદ માલધારીઓ ત્યાંથી નીકળી ગયા હતા. મોટી સંખ્યામાં માલધારીઓ ભેગા થતા એક સમયે માહોલ ગરમાયો હતો. જોકે થોડી જ વારમાં માલધારીઓને સમજાવી પરત મોકલી દેવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com