ધારાસભ્ય ભૂપત ભાયાણીનું AAP ને, ટાટા….બાય…બાય.. ગયા… ખતમ…

Spread the love

આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય પૈકી વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની વિકેટ આજે ખરી પડી છે. વિસાવદર બેઠકના ભૂપત ભાયાણીએ આજે વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. બીજી તરફ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ AAPને બાય બાય કરે તેવી શક્યતા. ઉમેશ મકવાણા સાંજે 4 વાગ્યે સત્તાવાર રીતે જાહેરાત કરશે તેવા સમાચારા મળી રહ્યા છે.

ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે, રાજીનામું આપવા પાછળ ઘણા બધા કારણો છે. હું રાષ્ટ્રવાદી માણસ છું અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા મારા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લેટફોર્મ નહોતું. જેથી કરીને મેં મારી જનતા અને કાર્યકર્તાઓને પૂછી મેં નિર્ણય કર્યો છે. કઈ પાર્ટી રાષ્ટ્રવાદી છે અને કઈ પાર્ટી રાષ્ટ્રવાદી નથી એ દેશની જનતા જ જાણે છે. મારે જનતાના કામ કરવા છે. મને યોગ્ય પ્લેટફોર્મ ન લાગતા મેં નિર્ણય લીધો છે. યોગ્ય સમયે યોગ્ય રાજકીય નિર્ણયો થતા હોય છે. ભાજપમાં જોડાશો તેવા મીડિયાના સવાલમાં જવાબમાં જણાવ્યું હતું કે, હું ભાજપનો જ કાર્યકર્તા હતો.

ઈશુદાને વધુમાં જણાવ્યું હતું કે, વિસાવદરની જનતા ભાજપ વિરોધી રહી છે. ચાર ધારાસભ્યો અકબંધ છે. અમે ઉમેદવાર મૂકવામાં થાપ ખાઈ ગયા, ભાજપ 156થી ધરાતી નથી.

ભાજપ આપને ડરાવે અને ધમકાવે છે. આમ આદમી ધારે એમ કરી શકે છે. ધારાસભ્યને તોડવા ખૂબ પ્રયાસ કરાયા છે. અમારા ચાર ધારાસભ્ય અકબંધ છે. આદિવાસી સમાજ પણ ભાજપથી ખફા છે. ગુજરાતની જનતા અમારો સાથ આપે. ભાજપને આમ આદમી 2027માં ભગાડશે. હવે વિસાવદર ચૂંટણી આવશે તેમાં અમે વિસાવદરની જનતાને પૂછીશું પછી ઉમેદવાર જાહેર કરીશું

આજે AAPના ધારાસભ્યએ રાજીનામું આપ્યું જે દુઃખદ છે. એક વર્ષ પૂરું થયું જેમાં ઈમાનદારીથી આપના 5 ધારાસભ્યોએ કામ કર્યું છે. 156 ધારાસભ્ય હોવા છતાં પેપર લીક, બ્રિજ તૂટે, નકલી ચાલે છે બધું. કામમાં ભાજપને રસ નથી. આપના 5 ધારાસભ્યને દર અઠવાડિયે ભાજપના નેતાઓ ઓફર આપવા જાય છે. એક વર્ષ કામ કર્યું એટલે ભૂપતભાઇનો આભાર માનું છું, વિસાવદરની જનતાની માફી માગુ છું, ભાજપના નેતાઓ 3 ધારાસભ્યોને તોડવાના પ્રયાસ કરતા હતા. એક વર્ષથી ભૂપતભાઈને દબાણ હતું. ભૂપતભાઈ સાથે એક અઠવાડિયા પેહલા વાત થઈ હતી, કોઈ તકલીફ હોય તો કહેજો. ચૈતર વસાવાની પત્નીને દોઢ મહિનાથી જેલમાં રાખ્યા છે. આ લોકશાહી નથી. બધાને જેલમાં નાખવાના પ્રયાસ છે. સિસ્ટમ આખી ભ્રષટાચારમાં છે.

આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય ચૂંટાયા બાદના માત્ર એક માસમાં જ ભૂપત ભાયાણી રાજીનામું આપવા તૈયાર થયા હતા. જે-તે સમયે તેમની પર આક્ષેપ થયા હતા કે, તેમણે રૂપિયા લઈ અને રાજીનામું આપવા તૈયારી કરી હતી. જોકે, રાજીનામું આપવાની વાત લીક થઈ જતાં અંતે તેમણે ફેરવી તોળ્યું હતું અને રાજીનામું આપ્યું નહોતું.

વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપે અહીં કોંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રિબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. જોકે, આપના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયાને 6 હજાર 900 મતોથી હરાવ્યા હતા.

ભુપત ભાયાણી આગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જ હતા અને એક વખત જિલ્લા પંચાયત અને બે વખત તાલુકા પંચાયતમાં ભાજપમાંથી વિજેતા પણ બન્યા હતા. ઉપરાંત, તેમને જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. ભુપત ભાયાણી 2020માં જ ભાજપમાંથી AAPમાં જોડાયા હતા. સેવા અને સમર્પણની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા, સમાજની વાડી માટેના કામો હોય, ગૌચરના વિકાસના કાર્યો હોય અથવા શ્રમિકોના કે ખેડૂતોના પ્રશ્નો હોય કોરોના સમયમાં ભેંસાણમાં સૌપ્રથમ કોવિડ સેન્ટર ખોલી સેવા કાર્ય કરી હજારો લોકોને મદદ કરી છે તે કરેલા કામને લોકોએ બિરદાવીને જીતાડ્યા હતા. ભાયાણી વિસાવદર પંથકમાં 108ની છાપ ધરાવે છે.

વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવેલા અને અંદાજે 12 હજારની વસ્તી ધરાવતા ભેંસાણ ગામમાં ભુપત ભાયાણી સરપંચ તરીકે કાર્યરત હતા. જે-તે સમયે તેઓ ભાજપ માટે કામગીરી કરતા હતા. એ સમયે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પર હુમલો થવાની ઘટના બાદ ભુપત ભાયાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ કારણોસર ભાજપે ભુપત ભાયાણીને સરપંચ પદેથી સસ્પેન્ડ કર્યા હતા.

વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભુપત ભાયાણી સીધા જ ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા અને એ સમયે મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન પ્રધાનમંત્રીના ગુણ ગાઈ રહ્યા હતા. બાદમાં રાજીનામું આપવાનું તેમણે નાટક ઊભું કર્યું હતું. એ સમયે જ આમ આદમી પાર્ટીને સમજાય જવાની જરૂર હતી કે, ભુપત ભાયાણી ભાજપ માટે સોફ્ટ ટાર્ગેટ હોય શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com