માણસા તાલુકાના દેલવાડ રોડ પર અકસ્માત, રોડ પર ઉભેલા ટ્રક પાછળ કાર ઘુસી જતાં ટ્રક ડ્રાઈવરનું મોત

Spread the love

માણસા તાલુકાના દેલવાડ રોડ પર હોટલ નટરાજ સામે આઈસર ટ્રકનું ટાયર ફાટી ગયું હતું. આથી ઘરે આવતાં મોડું થશે કહીને ક્રેન થકી ટ્રક ઊંચી કરાવી ડ્રાઇવર ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો. એજ વેળાએ વેગનઆર કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને ટક્કર મારતાં 36 વર્ષીય ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ક્રેન ચાલકને શરીરે વધતી ઓછી ઈજાઓ થતાં માણસા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ રામેશ્વર સોસાયટીની બાજુમાં વાળીનાથ મંદિર ઠાકોર વાસમાં રહેતાં પરેશભાઈ બુધાજી ઠાકોરનો 36 વર્ષીય ભાઈ બકાભાઈ ઠાકોર છેલ્લા સાતેક વર્ષથી દહેગામ ખાતેની ડી.આર. ગેસ એજન્સીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. જેને પત્ની સાથે મનમેળ નહીં હોવાથી છૂટાછેડા લઈ લીધા હતા. ગઈકાલે સવારે બકાભાઈ ઘરેથી નોકરીએ જવાનું કહીને નિકળ્યો હતો.

ત્યારબાદ સાંજના છ વાગે તેણે ઘરે નાના ભાઈ અમિતને ફોન કરીને કહ્યું હતું કે, આઇસર ગાડી લઇ વિજાપુરથી ગાંધીનગર તરફ જતી વખતે દેલવાડ ગામ પાસે નટરાજ હોટલ આગળ આઇસર ગાડીનું પાછળનું ટાયર ફાટી ગયેલ છે. જેથી ઘરે આવતા મોડુ થશે. બાદમાં સાતેક વાગે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો અને જણાવેલ કે તમારા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે.

આ સમાચાર મળતાં જ પરેશભાઈ સહીતના લોકો પ્રાઈવેટ વાહનમાં અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. જ્યાં બકાભાઈ મરણ ગયેલ હાલતમાં રોડ પર પડ્યો હતો. આઇસરથી થોડેક આગળ એક સફેદ કલરની વેગેનઆર ગાડી પડેલ હતી. ત્યાં હાજર લોકોએ પૂછતાંછ કરતાં જણાવ્યું હતું કે, બકાભાઇ આઇસર ગાડીનું ટાયર બદલતા હતા. અને ક્રેન વાળા ભાઈ ગાડીને ઉંચી કરતા હતા. તે દરમ્યાન કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી ને ટક્કર મારી હતી. બાદમાં કારનો ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. જ્યારે ક્રેન ચાલકને પણ શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com