રાજ્યમાં હવે રિપોટીયા ડોકટરો વધી ગયા છે, ત્યારે હવે મોટાભાગના દર્દીઓને અનેક રિપોર્ટો કઢાવીને અધમુવા કરી નાખે છે, ભણતર કરતા ભાર વધારે હોય તેમ દર્દીને દર્દ કરતા રિપોર્ટ એટલા લખી નાખે છે, દર્દી નાની એવી બીમારીમાં સારા એવા પૈસાના ધોવાણમાં આવી જાય ત્યારે ય્ત્ન-૧૮ની ખ્યાતનામ અને ‘નામ બડે દર્શન ખોટે’ હોય તેમ ઘ-૨ પાસે આપેલી કદમ ડાયોગનોસ્ટિકના રિપોર્ટમાં લાલિયા વાડી જાેવા મળી છે ત્યારે રિપોર્ટ બાદ દર્દીના સગાને ડોક્ટરે જણાવેલ કે કંઈ નથી અને તે પણ રિપોર્ટના આધારે બાદમાં સાંજે દુખાવો ઉપડતા બીજી જગ્યાએ રિપોર્ટ કઢાવવા શરીરમાં ૯૦% એપેન્ડિક્સ આવેલ અને ઓેપરેશન કરાવવાની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે, ત્યારે કદમની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે,પ્રાપ્ત વિગતો અનુસાર સેક્ટર ૨૨ ખાતે રહેતા જતીન શુકલના પુત્રને પેટમાં અસહય દુખાવો ઉપડતા ડોક્ટર પાસે લઈ ગયેલ ત્યારે ડોક્ટરે સોનોગ્રાફી કરાવવા જણાવેલ ત્યારે પ્રાઇવેટમાં ખર્ચ કરીને ઘ-૨ પાસે આવેલ કદમ ડાયોગનોસ્ટિક માં રિપોર્ટ કરાવેલ ત્યારે આ રિપોર્ટમાં આવેલ નહીં, અને રિપોર્ટના ૧૫૦૦ રૂપિયા ખર્ચ કર્યા બાદ રિપોર્ટ ડોક્ટરને બતાવતા ડોક્ટરો રીપોર્ટ જાેઈને તુરંત કહી દીધું કે કશું જ નથી અને દવા આપીને મોકલી દીધા અને કહેલ કે ખાવામાં કંઈક આવી ગયું હશે, ત્યારબાદ સાંજે વધારે અસહ્ય દુખાવો ઉપાડતા સ્થિતિ કફોડી થતા ડોક્ટરને બતાવવા સોનોગ્રાફી નો બીજાે રિપોર્ટ કરાવવાનું કહેતા બીજી જગ્યાએ એવી દેવાંશ રેડિયોલોજીમાં રિપોર્ટ કઢાવતા ૯૦ % એપેન્ડીસ ની તકલીફ સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે બંને સોનોગ્રાફીનું કામ કરતી પ્રાઇવેટ સંસ્થાનો અલગ અલગ રિપોર્ટ કેમ? અને ગ્રાહકના કદમમાં ખર્ચેલ નાણા તો ગયા ને, ત્યારે ઘ-૨ પાસે આવેલ કદમના રિપોર્ટમાં લોચા લાપસી આવી ગઈ તે પ્રશ્ન જ છે, કે પછી દવાની દુકાનો સર્ટીફીકેટો ના ફોટા દવાખાને લગાવીને દુકાન ચલાવતા હોય તેમ કદમ ડાયોગનોસ્ટિક ચાલી રહ્યું છે ત્યારે રેડિયોલોજિસ્ટ ની સહીથી રિપોર્ટ કદમનો આપવામાં આવ્યો છે, ત્યારે આ રિપોર્ટમાં કશું જ નથી, અને કાંઈક દર્દીને થઈ ગયું હોય તો જવાબદારી કોની, પ્રાઇવેટમાં ગ્રાહકે નાણાં શું કામ ખર્ચ કર્યો ત્યારે દેવાંશના રિપોર્ટમાં એપેન્ડિક્સ હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે સાચું કોણ તે પણ પ્રશ્નાર્થ છે, ત્યારે હાલ દર્દીને એપેન્ડિક્સ ઓપરેશન કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દર્દીના પિતા દ્વારા જાણવા મળેલ કે પહેલા રિપોર્ટ કદમમાં કરાવેલ હતો અને તેમાં નીલ આવતા ડોક્ટરો કંઈક ખવાઈ ગયું હશે તેમ કહીને જણાવેલ, ત્યારબાદ દુખાવો દર્દીને ઉપાડતા બીજી જગ્યાએ રિપોર્ટ પોઝિટિવ એવું દેવાંશ નો રિપોર્ટમાં એપેન્ડિક્સ આવતા આવું કેવું તે પ્રશ્નાર્થ ચર્ચાઈ રહ્યો છે ત્યારે કદમના રિપોર્ટમાં ધુપ્પલ ગણું કે શું તે પ્રશ્નાર્થ છે,