ગુજરાતનું કહેવાતું gj-૧૮નું ગણિત અટપટું છે, ત્યારે gj-૧૮ ૧૨ એસોસિએશનની કોર્ટની ચૂંટણીમાં માહોલ હવે ચૂંટણીનો જામશે, ત્યારે હાલ ૧૪ ઉમેદવારો ચૂંટણી લડવા ઉત્સુક બન્યા છે ત્યારે પ્રમુખ પદ માટે ૫, ઉપપ્રમુખ પદ ૩, સેક્રેટરી ૩, જાેઈન્ટ સેક્રેટરી ૩, ઉમેદવાર ઊભા છે, ત્યારે હાલ બારએસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર સિંહ રાઓલ(કટપ્પા) છે, અને પોતે ફરીવાર ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે ત્યારે જાેવા જઈએ તો પાંચ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે, તેમાં ચિંતન ત્રિવેદી પોતે યુવા વકીલ છે ત્યારે શંકરસિંહ ગોહિલ પોતે સિનિયર અને બાર કાઉન્સિલના સભ્ય પણ છે, વાઘેલા અમિતાબેન પોતે વકીલ ઉપરાંત સેવાકીય અનેક પ્રવૃત્તિઓ સાથે જાેડાયેલા છે, કિરીટભાઈ આસોડિયા પણ નવયુવાન અને સાઇલેન્ટ ફાયર વકીલ છે, ત્યારે ઉપપ્રમુખ પદ માટે નારાયણ ભાઈ પરમાર, સોજલકુમાર રાઠોડ, જયેશકુમાર પટેલ (ગોપી) અને સેક્રેટરીના ઉમેદવારમાં રાજેશકુમાર જાની, પી. ટી. અમીન, સંજય સિંહ વાઘેલા તથા જાેઇન્ટ સેક્રેટરી તરીકે ફિરોજભાઈ મન્સૂરી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ધમભા), ભાવિક પ્રજાપતિ ચૂંટણી લડી રહ્યા છે હવે ૧૪ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, એલ આર ઉમેદવાર તરીકે અલ્પાબેન પ્રજાપતી, હેતલ પટેલ છે. ત્યારે ચૂંટણી કમિશ્નર પ્રવિણસિંહ બી. રાઠોડ, નાયબ ચૂંટણી અધિકારી એસ કે. ઠાકોર દ્વારા માહિતી પાઠવેલ હતી.