ડફાક-ડફાક એવા ગ-૪ અંડરપાસમાં તીરાડો, પાણી ટપકતા કરોડોના ખર્ચા સ્વાહા જેવો ઘાટ

Spread the love

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે ભલે કરોડો નહીં અબજાે રૂપિયા કેન્દ્ર સરકાર વિકાસ માટે આવે છે, પણ ખાપકી બધી ગઇ હોય તેમ કામમાં ક્વોલીટી દેખાતી નથી, ત્યારે gj-૧૮ ખાતે ઘ-૪, ગ-૪ અને વાવોલ પાસે આવેલ (મહાત્મામંદીર) એવા જ માર્ગો બનેલા તમામ અંડરપાસમાં ક્લોલીટી જાેવા મળ્યો તો જ-૪ પાસે આવેલા વાવોલના અંડરપાસનું કામ ટન ટનાટન ટન જેવું છે, ત્યારે આવવા જવા અને ચાલવા માટે રેલીંગ પણ આપી છે, ત્યારે લાઇટો પણ સુશોભીત રાત્રે દેખાય, એટલે ટનટનાટન કહેવાય છે, ત્યારે ઘ-૪નો ખટાક-ખટાક અંડરબ્રિઝમાં કોઇ ઇજનેર અવાજ બંધ ખટાક-ખટાક કરાવી શક્યું નથી, ત્યારે ગ-૪ના અંડરબ્રિઝમાં તીરાડો, પાણી ટપકવાની ફરીયાદોથી લઇને બ્રિઝ નીચે ફુટપાથ જે બનાવી છે, ત્યારે ચાલી શકે તેવી સ્થિતિ જ નથી, gj-૧૮ મનપા દ્વારા ત્રણે અંડરપાસમાં કોઇપણ વ્યક્તિને ચાલવા માટે ફૂટપાથ અને રેલીંગ હોવી જાેઇએ, ટનટનાટન અંડરપાસમાં છે, તો અહીંયા કેમ નહીં? ખાઇ ગયા? ત્યારે મહાત્મા મંદિરથી સચિવાલય સુધી સ્વર્ણિમ પાર્કના નિર્માણ હેતુસર ગ-૪ અને ધ-૪ અંડરપાસનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. બંન્ને અંડરપાસની કામની ગુણવત્તાને લઈને શરૂઆતથી જ શહેરીજનો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. પરંતુ તંત્ર આંખ આડા કાન કરીને અંડરપાસનું કામ કરનાર એજન્સીને છાવરતી હોવાનું લાગી રહ્યું છે. ગ-૪ અંડરપાસથી ગ-૩ તરફ જતાં પાણી ટપકવાના પ્રશ્નો સામે આવ્યાં છે. આ કિસ્સામાં કામની ગુણવત્તા બાજુ પર રાખીને દેખીતે રીતે ભષ્ટ્રાચાર થયેલો નજરે ચઢ્યો છે. સ્વર્ણીમ પાર્કમાં થયેલ લિકેજના કારણે અંડરપાસમાં પણ પાણી ટપકવાં અને તેની દિવાલોમાં ભેજ ઉતરેલો જાેવાં મળ્યો હતો. અંડરપાસની બંન્ને દિવાલો અને છતના ભાગમાં મોટી તિરાડો પણ પડી ગયેલી જાેવાં મળી છે. જેનાથી આગામી દિવસોમાં મોટી દુર્ધટના સર્જાય તો નવાઈ નહી. અંડરપાસમાં સતત ટપકતાં પાણીના કારણે વાહનચાલકોને અવર-જવરમાં પણ મુશ્કેલી પડી રહે છે. અંડરપાસના રોડ પર પાણીના કારણે ટુ વ્હિલર સ્લિપ થવાની સંભાવના પણ વધી ગયેલ છે. જેનાથી કોઈ પણ વાહનચાલક અકસ્માતનો ભોગ બની શકે છે. મહાપાલિકાના સત્તાધીશો આ પ્રકારની કામગીરી બાબતે કેમ મૌન ધારણ કરીને બેસી રહ્યાં છે, તે તો તપાસનો વિષય છે, પરંતુ આ કામગીરીથી મહાપાલિકાનો ભષ્ટ્રાચાર આંખે ઉડીને શહેરીજનોને જાેવાં મળ્યો છે.કરોડોનું આધાણ રોકીને મહાપાલિકા દ્વારા મોટા ઉપાડે પ્રજાની સુખાકારીની સૂફિયાણી વાતો કરતાં આ અંડરપાસ ખુલ્લો મૂક્યો હતો. પરંતુ માંડ ૨ વર્ષના ગાળામાં જ ભષ્ટ્રાચારે પોત પ્રકાશ્યું હોય તેમ અંડરપાસમાં પડેલી તિરાડોમાંથી ડોકિયું કરેલું જાેવાં મળી રહ્યું છે. અંડરપાસના નિર્માણમાં કામ કરનાર એજન્સીની કામની ગુણવત્તા માત્ર ૨ વર્ષમાં જ ખુલ્લી પડી ગયેલી જાેવાં મળી છે. આર્થિક લાભ લેતાં કટકીબાજ કર્મચારીઓના કારણે શહેરીજનો અને જાહેરજનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પ્રજાના ટેક્સના રૂપિયે આ પ્રકારના ગુણવત્તા વગરના કામ કરીને પોતાની તિજાેરીઓ ભરનાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે તંત્ર પગલાં ભરશે કે કેમ તે જાેવું રહ્યું પણ , વાઈબ્રન્ટની તૈયારીઓમાં લાગેલ મહાપાલિકા અંડરપાસના પાયા વાઈબ્રેટ થતાં અટકાવીને અંડરપાસમાં પડેલ તિરાડો અને પાણી ટપકતું ક્યારે અટકાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com