દેશમાં કૃષિ સુધાર માટે બે મહત્વપૂર્ણ બિલ લોકસભામાં પાસ થઈ ગયા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, તેના માધ્યમથી હવે ખેડૂતોને કાનૂની બંધનોથી આઝાદી મળશે. તેઓએ કહ્યું કે, ન્યુનતમ સમર્થન મૂલ્ય (MSP)ને યથાવત રાખવામાં આવશે અને રાજ્યોના અધિનિયમ હેઠળ સંચાલિત માર્કેટ પણ રાજ્ય સરકારો અનુસાર ચાલતી રહેશે લોકસભામાં કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) વિધેયક-2020 અને કૃષક(સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન સમજુતી અને કૃષિ સેવા પર કરાર વિધેયક-2020 પાસ થઈ ગયા છે. કૃષિ મંત્રી ની માનીએ તો આ બિલથી કૃષિ ક્ષેત્રમાં ધડમૂળથી પરિવર્તન આવશે, ખેતીમાં રોકાણ થવાને કારણે ઝડપથી તોમરે આ કાનૂન ના લાભ ગણાવતાં કહ્યું કે, ખેડૂતોની પાસે માર્કેટમાં જઈને લાયસન્સ ધારક વેપારીઓને જ પોતાની ઉપજ વેચવાની મજબૂરી કેમ, હવે ખેડૂત પોતાની થશે અને રોજગારના અવસરો વધશે.
મરજીનો માલિક હશે. કરાર અધિનિયમ થી કૃષક સશક્ત થશે અને સમાન સ્તર પર MNC, મોટા વેપારીઓ સાથે ડીલ કરી શકશે. મંત્રીએ કહ્યું કે, ખેતી ક્યારેય પણ ખેડૂત ની પસંદનું પ્રોફેશન બન્યું નથી, હવે ખેતી કરવી વધારે લાભદાયક થશે રોકાણ થવાને કારણે જે અનાજ પહેલો ખરાબ થઈ જું હતું. તે હવે નહીં થાય. ઉપભોક્તાઓ પણ ખેતર/ખેડૂતો પાસેથી સીધા જ ઉત્પાદન ખરીદવાની આઝાદી મળશે. કોઈ ટેક્સ ન લાગવાને કારણે ખેડૂતને વધારે કિંમત મળશે અને ઉપભોક્તા ને પણ ઓછી કિંમત પર વસ્તુ મળશે.
કૃષિ ક્ષેત્રમાં ઉપજ ખરીદ-વેચાણ માટે ખેડૂતો અને વેપારીઓને અવસર ની સ્વતંત્રતા, માર્કેટ માં વધારે વેપાર ક્ષેત્રમાં ફાર્મા ગેટ, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, પ્રસંસ્કરણ યુનિટો પર વેપાર માટે વધારે ચેનલોનું સર્જન ખેડૂતોની સાથે પ્રોસેસર્સ, નિર્યાત કે, સંગઠિત રિટેલરો નું એકીકરણ, જેથી મધ્યસ્થતા માં ઘટાડો આવે, દેશના પ્રતિસ્પર્ધી ડિજિટલ વેપારના માધ્યમ રહેશે અને પારદર્શક રીતે કામ થશે. ખેડૂતો દ્વારા લાભકારી મૂલ્ય પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ જેથી તેમની આવકમાં વધારો થઈ શકે