વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ખર્ચ 2.88 કરોડ,અમદાવાદમાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રજાના નાણાંથી ? : શહેઝાદખાન 

Spread the love

વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ

કાર્યક્રમોમાં મ્યુ.શાળાના રોજના ૨૦૦ બાળકોને પણ ફરજીયાત હાજર તો શું મ્યુનિ.સ્કુલના બાળકો ભાજપ માટે રાજકીય લાભ મેળવવા માટે છે ?

અમદાવાદ

સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપતાં કહયું કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ નગરજનોને માહિતગાર કરવા માટે અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં ૪૮ દિવસ સુધી સવાર સાંજ એમ કુલ બે ટાઇમ એટલે કુલ ૯૬ કાર્યક્રમ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન કરેલ છે તે યાત્રામાં એક કાર્યક્રમનો ખર્ચ રૂા.૩,૦૦,૦૦૦ થાય છે એટલે કે કુલ રૂા. ૨.૮૮ કરોડ જેટલી પ્રજાના ટેક્ષના રૂા.ની માતબર રકમનો ખર્ચ લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને સત્તાધારી ભાજપ દ્વારા રાજકીય લાભ માટે કરવામાં આવે તે કોઈ પણ રીતે ઉચિત નથી સાથે સાથે તે કાર્યક્રમોમાં મ્યુ.શાળાના રોજના ૨૦૦ બાળકોને પણ ફરજીયાત હાજર રાખવા બાબતે કરેલ આદેશ શરમજનક બાબત છે.અમદાવાદ મ્યુ.કોર્પોરેશન એ કોઈ રાજકીય અખાડો નથી કે કોઈ સત્તાધીશો માટેનું સત્તાનું કેન્દ્ નથી પરંતુ એ સ્થાનિક સ્વરાજયની સ્વાયત સંસ્થા છે ભારતીય જનતા પાર્ટીના રાજકીય રોટલો શેકવાના હેતુથી કેટલાય સમયથી મ્યુ.કોર્પોરેશનનું પણ ભાજપીકરણ કરવામાં આવી રહયું છે. સત્તાના નશામાં રાંચતા ભાજપ દ્રારા “કોડ ઓફ કન્ડકટ”નું પણ સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે .છેલ્લા કેટલાય સમયથી ભાજપના સત્તાધીશો દ્વારા વહીવટીતંત્રને ફરજીયાત આદેશો આપીને તેઓને રાજકીય ફાયદો મેળવવા માટેના કાર્યક્રમ મ્યુ તંત્રને ફરજ પાડવામાં આવે છે. વહીવટીતંત્રના આવા દૂરૂપયોગને લીધે તેની સીધી અસર મ્યુ.કોર્પો.ની પ્રાથમિક સેવા ઉપર પડે છે. જેથી કેટલાય દિવસોથી મ્યુ.કોર્પોરેશનનું પણ ભાજપીકરણ કરવામાં આવી રહયું છે. વોર્ડમાં આવેલ નાનામાં નાના કર્મચારી થી લઈને મ્યુ.કોર્પોરેશનના અધિકારીગણને યેનકેન પ્રકારે કાર્યક્રમોમાં વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે. જેની અસર મ્યુ.કોર્પોરેશન દ્વારા પુરી પાડવામાં આવતી પ્રજાકીય આવશ્યક સેવાઓ ઉપર પડી રહી છે તથા રોજબરોજની ફરીયાદો લઈને આવતા નાગરિકોને જે તે અધિકારીઓ ન મળતાં તેઓની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે મ્યુ.કોર્પોની જાહેર મિલકતો, સરકારી મશીનરી અને સરકારી તંત્રનો તથા પ્રજાના પરસેવાના ટેક્ષના નાણાંનો રાજકીય હેતુસર દુરપયોગ કરી સત્તાધારી ભાજપ દ્વારા કરાયેલ હીન પ્રયાસ જેને કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે આ કાર્યક્રમો રાજકીય લાભ મેળવવા માટેનો હોઈ આ કામ પરત કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com