દેશમાં બુટલેગરો દારૂની ખેપ માટે અને પકડાય તે વાત થઈ ગઈ છે, પણ હવે પોલીસકર્મી દારૂની હેરાફેરીમાં લાગી જાય તો શું? ત્યારે ગુજરાતમાં ફક્ત કહેવાતી દારૂબંધી છે. લોકડાઉન હોય કે પછી સામાન્ય દિવસ રાજયમાં બુટલેગરોને કેટલાક ઉચ્ચ અધિકારીઓના વહીવટદારોના છુપા આશીર્વાદ અને રાજકીય આકાઓના પીઠબળ હેઠળ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે. વિદેશી દારૂના ધંધામાં રહેલી મબલખ કમાણીની લાલચમાં અનેક પોલીસકર્મીઓ બુટલેગર બની વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઝડપાઈ ચૂક્યા છે.
ત્રણ મહિના અગાઉ ગાંધીનગર એલસીબી પીએસઆઈ ઝાલાએ ડુમેચા નજીક ટ્રાવેરા માંથી ૧ લાખ રૂપિયા જેટલો વિદેશી દારૂ જપ્ત કરી ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. ત્યારે બુટલેગરોએ એલસીબી પોલીસ ગઢવી સાહેબ સાથે ફોન પર વાત કરી લો તેમ જણાવતા પીએસઆઈ ઝાલા ચોકી ઉઠ્યા હતા અને ગઢવી નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા પછી અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો ગઢવી નામનો પોલીસ કર્મી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને સ્ટેટ મોનીટરીંગ સેલને તાપસ સોંપાઈ હતી, સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી જ્યોતિ પટેલને સોંપવામાં આવી હતી. તેમની ટીમે જે તે સમયે અરવલ્લીમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો ત્યાર બાદ સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવ્યો હોવાની બૂમો ઉઠી રહી હતી ત્યારે રેન્જ આઈ જી તરીકે અભય ચુડાસમાએ પોલીસ કોન્સટેબલ મહેશ ગઢવીને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં આનંદ છવાયો હતો. પોલીસ કોન્સ્ટબલ બે દિવસથી ફરજ પર ન આવતા જિલ્લા પોલીસ તંત્રે સસ્પેન્ડ ઓર્ડર તેના ઘરે પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી.
કઈ રીતે ગાંધીનગર એલસીબી પોલીસે પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી વાંચો ૨૯-૦૫-૨૦૨૦ના રોજ ગાંધીનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે જાણકારી મળી કે રાજસ્થાનથી એક ટવેરા કાર આવી રહી છે, જેમાં દારૂનો જથ્થો છે અને આ કારનનું પેટ્રોલીંગ એક સ્વીફટ કાર રહી છે. આ માહિતીને આધારે ગાંધીનગર કામનો સ્ટાફના તુમેરા પાસે વોચમાં ઉભો હતો ત્યારે ટવેરા અને સ્વીફટ પસાર થતાં તેમને કોર્ડન કરી રોકતા ટવેરા કારનો ચાલક કાર રોકી ફરાર થયો હતો, પણ પોલીસે ટવેરા માં રહેલા વ્યકિત અને સ્વીફટ કારમાં રહેલા વ્યકિતને ઝડપી ટવેરા ની તલાશી લેતા તેમાંથી બીયર અને વ્હીસકીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અંગે પુછતા સ્વીફટ કારમાં રહેલી વ્યકિતએ કોમલ કહ્યું હતું. જો કે ગાંધીનગર પોલીસે કોમલ એટલે શું તેવું પુછતા તે વ્યકિતએ કહ્યું હતું કે મોડાસાના ગઢવી સાહેબે કહ્યું હતું કે રસ્તામાં કોઈ પોલીસ રોકે તો કોમલ કહેવાનું આ વ્યકિતએ પોલીસને આગ્રહ કર્યો હતો કે તમે ગઢવી સાહેબ સાથે વાત કરો આ તેમનો નંબર છે પરંતુ ગાંધીનગર પોલીસે ગઢવી સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો. ગાંધીનગરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગઢવી નામની વ્યક્તિ સહિત રાજસ્થાનથી દારૂ લઈ આવનાર બુટલેગરો સામે ગુનો નોંધ્યો હતો ત્યારે રસ્તામાં પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ કાર પસાર થઈ અને તેમણે કોમલ કોર્ડવર્ડનો ઉપયોગ કેટલાંક સ્થળે કર્યો તે પણ ચર્ચાના ચકડોળે ચડ્યું હતું.