ગુજરાતનું આ ગામ જળ બચાવી, ઓછા જળે ટ્રકો ભરીને શાકભાજી કરોડોનું વેચાણ કરે છે

Spread the love

Most veggies now cost over Rs 120/kg | Ahmedabad News - Times of India

ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે, ત્યારે હવે તો અવનવી ટેકનીકો ખાતર, ટ્રેક્ટર થી લઈને અનેક જરૂરિયાતો ખેતરમાં ખેડૂતોને માળતા પાક પણ ઓછા જળે મોટા જથ્થામાં પાક લઈ શકાય છે, હવે ખેડૂતો શાકભાજીના વાવેતર તરફ વળ્યા છે. ત્યારે ખેતીના પાકને કયારામાં પાણી આપવાથી 95 ટકા પાણી નકામું બની જઈને હવામાં ઊડી જાય છે અથવા જમીનમાં ઉતરી જાય છે. આમ 95 ટકા પાણીનો બગાડ થાય છે. કૃષિ વિભાગના અધિકારીઓ ફોન પર કહે છે કે, ખેતીમાં પાકને પાણી નહીં પણ ભેજ માત્ર જરૂર હોય છે. ભેજ આધારિત ઈઝરાયલ જે રીતે ખેતી કરે છે તે જ રીત અપનાવી ગુજરાતમાં ગોડલ તાલુકાનું આખું ત્રાકુડા ગામ ભેજ રાખે એવી તકનીક અપનાવીને ખેતી કરીને વર્ષે રૂ.5 કરોડનો ઉત્પાદન આપે છે. ત્રાકુડા ગામના 751 ખેડૂતો છે. તમામ ખેડૂતો ઇઝરાયેલ મલ્ચિંગ ટેકનોલોજી અને ટપક સિંચાઇ કરીને ખેતી કરે છે. જેમાં જમીનમાં ભેજ રહે એટલું જ પાણી આપવામાં આવે છે. કયારા પદ્ધતિ થી જ્યાં 1 | લાખ લિટર પાણી જોઈએ ત્યારે આ નવી પદ્ધતિ થી 20 હજાર લિટર જોઈએ છે.

આ ગામમાં પાણીની અછત હતી, હવે નથી ગામના ખેડૂતો 2015થી આ પદ્ધતિ અપનાવી રહ્યાં છે. હવે આ ગામમાંથી રોજના 10થી 15 ટ્રક લીલા શાક, ભાજી, ફળ શહેરમાં પહોંચે છે. ટીપું પાણી આપણે અહીં નવી ક્રાંતિ કરી છે. રૂ.4 કરોડના રોકાણમાં 50 ટકા લેખે રૂ.2 કરોડ સબસિડી સરકારે ટપક સિંચાઈના સાધનોમાં આપી હતી. હવે વર્ષે રૂ.5 કરોડ કૃષિ ઊપજ મેળવી રહ્યાં છે. ઓછા રોકાણ કરીને મોટો ફાયદો કૃષિ વિભાગે અપાવ્યો છે તેમ આ અધિકારી કહે છે. | ટીપુ પાણી મળતું હોવાથી પાણીનો બચાવ થાય છે. 10 વર્ષ પહેલાં રમેશ કનેરિયા નામના ખેડૂતે સૂક્ષ્મ સિંચાઈની ખેતી કરી હતી. પછીના વર્ષમાં તો આખું ગામ તેમ કરવા લાગ્યું હતું.

અધિકારી કહે છે કે, ખેતીવાડી અધિકારી એન એમ. કામલીયા દ્વારા પાણી બચે એવી પદ્ધતિ અપનાવી દેવા ખેડૂતોમાં પ્રચાર કર્યો હતો. ઓછા પાણીએ પાક થાય છે તે ઉપરાંત ખેડૂતોને સૌથી મોટો ફાયદો રોગ અને જીવાત સામે છે. ઓછો રોગ આવે છે અને વાયરસના હુમલા પાક પર થતાં નથી. નિદામણ કરવા માટે મજૂરી આપવી પડતી નથી. પહેલા 10 માણસો જોતા હતા હ તે જ કામ 1 માણસ કરી શકે છે. આમ મજૂરી ઘટે છે.

આ ગામે 5 મે 2015 સુધીમાં 266 ખેડૂતો ટપક સિંચાઇ કરતાં હતા અને આ દિવસે બીજા 500 જેટલાં ખેડૂતોએ સામૂહિક સંકલ્પ કર્યો હતો કે, તેઓ હવે માત્ર સૂક્ષ્મ સિંચાઇ ખેતી કરશે. ત્યારથી અહી 751 ખેડૂતો કપાસ, મગફળી, ઘઉં, તરબૂચ, 24 પ્રકારના શાકભાજી, જીરું, તલ, બાજરી, ચણા, દિવેલા, રજકો, તળબૂચ, ટેટીની ખેતી કરે છે, હવે અહી તરબૂચ અને ગમ ગવાર વધુ ઉગાડી મોટું ઉત્પાદન મેળવી વરસાદ આવે કે ન આવે તેનાથી આ ગામને હવે કોઈ ફેર પડતો નથી, અહીં હવે કયારેય દુકાળ પડતો નથી, પાકનો વીમો લેવાની જરૂર નથી. આ વાત ખેડૂતોને પસંદ આવી અને ખેડૂતો એક કાંતિ કરી શકયા છે. આખા ગુજરાતમાં આ એકમાત્ર ગામ છે જે કયારે પદ્ધતિથી નહીં સૂક્ષ્મ સિંચાઇથી ખેતી કરે છે. ગોંડલ ખેત ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ જેની ઢોલ દ્વારા ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપ 50 ટકા સહાય ઉપરાંત 40 ટકા આપી હતી. આમ 90 ટકા સુધી સહાય મળતા આખું ગામ નવી ટેકનોલોજી અપનાવી રહ્યું છે. ગોંડલ જામકંડોરણા માર્ગ પર આવેલા આ ગામમાં મોતીસર નદી, 10 વોકળા નિકળે છે. શિયાળામાં તળાવ હતા પણ તે સૂકાઈ જતો હતા. પાણીની તંગી અને ખેતર બોર વેલ ડૂકી જતાં હતા. હવે તળ ઊંચા આવે છે. ચોમાસું નબળું હોય તો કોઈ વાંધો આવતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com