કૂતરાઓનો ત્રાસ, શું ખરેખર આ પાલિકા વાળા કૂતરાં પકડે છે!..તો આટલાં બધાં કૂતરાં આવે છે ક્યાંથી?…..

Spread the love

રખડતા કુતરાઓને પકડવા માટે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.ચાર સંસ્થાઓને કુતરા પકડવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે તેમ છતાં પણ કુતરાઓ પકડવામાં ઉદાસીનતા જોવા મળે છે.ત્યારે કરોડો ના ખર્ચ બાદ પણ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે તે કેટલું યોગ્ય કહેવાય ?

અમદાવાદ માં એક કુતરા પાછળ કોર્પોરેશન કેટલો ખર્ચ કરે છે એ જાણીને તમને આંચકો લાગી જાશે ?? અને કોર્પોરેશનમાં દર વર્ષ 8000 જેટલીનો ફરિયાદ નોંધાય છે.તેમ છતાં રાજ્યમાં રખડતા કુતરાઓ લોકોને હંમેશા ટાર્ગેટ કરીને કરડી જાય છે.રાજ્યમાં દિવસે દિવસે રખડતા કુતરાઓ અને રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે.

રાજ્ય સરકાર હોય કે કોર્પોરેશન કુતરાના ખસીકરણ કરીને તેની સંખ્યા ઓછી કરવાનો પ્રયાસ કરે છે.તેમ છતાં નાના બાળકો હોય કે મોટા વ્યક્તિઓ હોય દરેકને રસ્તે રખડતા કુતરાઓ કરડી જ જાય છે.આમદાવાદ શહેરના ના વર્ષ 2018 થી વર્ષ 2023 સુધીના આંકડા સામે આવ્યા છે જેમાં એવરેજ 8000 જેટલી કુતરા કરડવાની ફરિયાદ તંત્ર ને મળે છે.

વર્ષ ફરિયાદો ખસીકરણ

2018 14187 18219

2019 3718 36363

2020 2576 21502

2021 4094 30630

2022 8509 46471

2023 7976 28958

ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ આ ખસીકરણ મામલે વારંવાર સવાલો ઉઠાવ્યા છે..ધારાસભ્યે જણાવ્યું કે કોર્પોરેશન ની કામગીરી ફક્ત કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે..જેનો શિકાર સામાન્ય લોકો થઇ રહ્યા છે..

રખડતા કુતરાઓને પકડવા માટે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે..ચાર સંસ્થાઓને કુતરા પકડવા માટે ની જવાબદારી સોંપવામાં આવી છે તેમ છતાં પણ કુતરાઓ પકડવામાં ઉદાસીનતા જોવા મળે છે..ત્યારે કરોડો ના ખર્ચ બાદ પણ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે તે કેટલું યોગ્ય કહેવાય ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com