અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર, તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે અને મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પો.ઇ. ડી.બી.બસિયાની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા હે.કો. સંજય ગઢવી તથા હે.કો. નિખીલેશભાઇ દિપકભાઇ તથા હે.કો. ભરતસિંહ અમરસિંહ તથા પો.કો. કુલદિપસિંહ બળદેવસિંહ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ અમદાવાદ શહેર વિસ્તારમાં વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતા.દરમ્યાન હે.કો. સંજય ગઢવી તથા પો.કો. કુલદિપસિંહ બળદેવસિંહને મળેલ બાતમી આધારે આરોપીઓ (૧) વિરાજ મનીષકુમાર શાહ ઉ.વ.૨૨ રહે- રહે-ડી/૭, ગીતાજંલી ફ્લેટ, આઇ.ઓ.સી. રોડ, ચૈનપુર ફાટક પાસે, સાબરમતી અમદાવાદ તથા (૨) પંકજ મહેન્દ્રભાઇ પરારીયા ઉ.વ.૨૫ રહે, રહે- એફ/૦૬, ગ્રીનસીટી ફ્લેટ, ખોડીદાસ ચાલીની પાસે, સીવીલ હોસ્પીટલ રોડ, અસારવા શાહીબાગ અમદાવાદને ચાંદખેડા આઇ.ઓ.સી. ફાટક પાસેથી પકડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ.આરોપીઓના કબ્જામાંથી (૧) નંબર વગરનુ યામાહા એફ.ઝેડ. મો.સા. નંગ-૦૧ કિ.રૂ. ૩૦,૦૦૦/- તથા (૨) નંબર વગરનુ હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નંગ-૦૧ કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.આરોપીઓની પૂછપરછ દરમ્યાન ગઇ તા.૨૪/૦૩/૨૦૨૩ ના રોજ બપોરના સમયે વસ્ત્રાપુર ગ્રાન્ડ ભગવતી હોટલની પાછળ, પ્રભુવન બંગલોના ગેટ પાસેથી સ્પ્લેન્ડર મો.સા.ની. ચોરી કરેલ. તેમજ આરોપી વિરાજ મનીષકુમાર શાહે ગઇ તા.૨૯/૫/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે ચાંદખેડા મોટેરા આશારામ આશ્રમ સામેથી રોડ પરથી એફ.ઝેડ. મો.સા. ચોરી કરેલાનુ જણાવેલ
શોધાયેલ ગુનાઓ
(૧) ચાંદખેડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૮૨૩૦૩૩૮/૨૦૨૩ ઇપીકો કલમ-૩૭૯ મુજબ (એફ.ઝેડ) (૨) વસ્ત્રાપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૦૨૩૦૬૯૪/૨૦૨૩ ઇપીકો કલમ-૩૭૯ મુજબ