અમદાવાદમાં ફ્લાવર શો 30 ડિસેમ્બરથી શરૂ થશે. રિવરફ્રન્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી ફ્લાવર લવાયા છે. જેમાં કલકતા, દિલ્હી, આંધ્રપ્રદેશ, બેંગ્લોરથી ફ્લાવર આવ્યા છે.અન્ય રાજ્યોમાંથી આવેલા ફુલોની માવજત થઇ રહી છે.
ફ્લેવર શોને લઈ અલગ અલગ રાજ્યોના ફુલોનું આગમન થયુ છે. પહેલી વખત ફ્લાવર શોમાં 6 મીટર સરદાર પટેલનું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ વડનગરનું કીર્તિ તોરણ, નવું સંસદ ભવન, મોઢેરાનું સૂર્યમંદિર, ચંદ્રયાન ત્રણ, કાર્ટુન કેરેક્ટર જેવા અલગ અલગ સ્ટેચ્યુ જોવા મળશે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી 30 ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન કરીને મુલાકાતઓ માટે ખુલ્લું મૂકશે.
ટિકિટ ઓનલાઇન તેમજ સિવિક સેન્ટરમાંથી મળી રહેશે. સોમથી શુક્ર ટિકિટનો દર રૂપિયા 50 રાખવામાં આવ્યો છે જ્યારે શનિ-રવિ 75 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ફલાવર શો માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફલાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે.