પ્રેમનું ના કોઈ સ્વરૂપ હોય છે કે ના કોઈ નામ હોય છે.છતાં તે તમામ નામ અને સ્વરુપમાં પ્રગટ થાય છે, જીસસ પ્રેમસ્વરુપ છે : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

Spread the love

 

ક્રિસમસ સ્પેશિયલ આર્ટીકલ

નાતાલના એક ગીતમાં એક સુંદર લીટી છે,’સ્વર્ગીય શાંતિમાં પોઢી જાવ’- એનો શું અર્થ થાય?જ્યારે લઘુ મન બૃહદ મનના ખોળામાં સૂઈ જાય છે ત્યારે તે સ્વર્ગીય શાંતિમાં સૂતેલું હોય છે

અમદાવાદ

પ્રેમનું ના કોઈ સ્વરૂપ હોય છે કે ના કોઈ નામ હોય છે.છતાં તે તમામ નામ અને સ્વરુપમાં પ્રગટ થાય છે.પ્રેમ એ આ સર્જનનું સૌથી મોટું રહસ્ય છે.આ સર્જનમાં વ્યાપ્ત પ્રેમને નિહાળવા વિશિષ્ટ દ્રષ્ટિ જોઈએ.માળામાં એક પક્ષી તેના બચ્ચાને ખવડાવે છે તે જુઓ.બચ્ચું તેની માના આવવાની રાહ જોતું હોય છે.ત્યાં પ્રેમ વ્યક્ત થતો દેખાય છે.માછલી, આકાશ,જળમધ્યે,ધરતી ઉપર બધે જ પ્રેમ વ્યાપ્ત છે.બહારના અવકાશમાં પ્રેમ છે. પ્રેમ હિંમતને સાથે લેતો આવે છે. તમને જીસસમાં પ્રેમની સંપૂર્ણ અભિવ્યક્તિ જણાશે.બ્રહ્માંડમાં પ્રેમ એ સૌથી મોટું બળ છે.છતાં પ્રેમ આપણને નમ્ર બનાવે છે.જ્યારે આપણે પ્રેમમાં હોઈએ છીએ ત્યારે સાવ નબળા હોઈએ છીએ. માટે જ જીસસે માણસજાતમાં પ્રચલિત હતા તેવા ખ્યાલોને ફગાવી દીધા.”બળવાન હશે તે પૃથ્વીને વારસામાં મેળવશે” એવું કહેવાને બદલે તેમણે કહ્યું,”નમ્ર પૃથ્વીને વારસામાં મેળવશે.નમ્ર સ્વર્ગને વારસામાં મેળવશે.”આવું કહેવાની તેમનામાં હિંમત હતી કારણ કે પ્રેમ હિંમતવાન બનાવે છે.જો તમે પ્રાણશક્તિથી તરબતર નથી તો જીસસની જ્ઞાનવાણી નહીં સમજી શકો.તે માત્ર સૈધ્ધાંતિક જ્ઞાન રહી જશે.ખબર છે જીસસને સમજવા માટે આપણે હ્રદયથી તેમની સાથે સંકળાવું પડે?મન તેમને સમજી નહીં શકે.માત્ર હ્રદય જ જીસસને જાણી શકે.જ્યારે તમને કોઈની સત્તાનો મદ જણાય તો ત્યાં પ્રેમ ના હોઈ શકે અને જ્યાં પ્રેમ છે ત્યાં સત્તાની જરૂર નથી.તમે જોશો કે જે વ્યક્તિ તમને પ્રેમ કરે છે તેની તમારી પર વધારે સત્તા હોય છે.જીસસે પોતાના હાથ ફેલાવીને કહ્યું હતું,”આવો,તમે મારા મિત્ર છો,ડરશો નહીં, મને પવિત્ર વેદી પર ના બેસાડશો.મને તમારા હ્રદયમાં સ્થાન આપો.તમારી આસપાસના બધા લોકોમાં મને જુઓ.હું તમને કરું છું એટલો પ્રેમ બધાને કરો, અથવા તમે મને પ્રેમ કરો છો એટલો કરો. એટલો પ્રેમ તમારી આસપાસના બધાને આપો.”પ્રેમના એ સંપૂર્ણ સ્વરૂપને ઓળખવા માટે તમારે આનાથી વધારે શું જોઈએ?

નાતાલના એક ગીતમાં એક સુંદર લીટી છે,’સ્વર્ગીય શાંતિમાં પોઢી જાવ’- એનો શું અર્થ થાય?જ્યારે લઘુ મન બૃહદ મનના ખોળામાં સૂઈ જાય છે ત્યારે તે સ્વર્ગીય શાંતિમાં સૂતેલું હોય છે.લઘુ મન એક બાળક જેવું છે-હંમેશા સક્રિય,કકળતું અને આ કે તે માંગ્યા કરતું.તે હંમેશા પરાવલંબી હોય છે.બૃહદ મન મા જેવું છે.જ્યારે લઘુ મન બૃહદથી અળગું હોય છે ત્યારે તે અરાજકતા અને મુંઝવણમાં પડી જાય છે. તે રડવા માંડે છે.તે બૃહદ મન તરફ દોડી જાય છે.અને ત્યાં, તેને શાંતિ મળે છે, આરામ મળે છે.ત્યાં લઘુ મન બૃહદ મન એટલે કે સાર્વત્રિક, વૈશ્વિક મનના ખોળામાં સ્વર્ગીય શાંતિમાં સૂઈ જાય છે. જ્યારે મા અને બાળક સાથે હોય છે ત્યારે સંપૂર્ણતા સ્થપાય છે.જ્યારે મા અને બાળક સ્વર્ગીય શાંતિમાં હોય છે,તેને ધ્યાન કહેવાય.તમારે સમજવું જોઈએ કે તમે પ્રેમ નામના પદાર્થના બનેલા છો. તમારામાંની દરેક વ્યક્તિ આ પૃથ્વી પર એક વિશિષ્ટ ઉપહાર છે.તમે એક ‘ક્રીસમસ ટ્રી’ છો.વર્ષના એ સમયે જ્યારે બધા વૃક્ષો ઉજ્જડ થઈ ગયા હોય છે ત્યારે તમે એકદમ હરિયાળા હોવ છો અને તમારી બધી શાખાઓ ઉપરની તરફ હોય છે.તમે, તમારા માટે નહીં પરંતુ તમારી આસપાસના લોકો માટે, ઉપહારો અને લાઈટો ધારણ કરેલી હોય છે.યાદ રાખો કે તમે ધારણ કરેલા બધા ઉપહાર તમારા માટે નથી,પરંતુ તમારી આસપાસના લોકો માટે છે.તમારી પાસે જે કોઈ આવે તેને ઉપહાર આપો. આવું કરો અને પછી જુઓ કે તમારી બધી જરૂરીયાતોની કેવી સંભાળ લેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com