સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા પોળો ફોરેસ્ટમાં શનિવાર-રવિવાર દિવસોમાં 20થી 25 હજાર પ્રવાસીઓ ઉમટે છે. ત્યારે પ્રવાસઓને સુવિધા માટે પોળો જંગલ નિહાળવા સાબરકાંઠાના કલેક્ટરે 20 જેટલી બસ મોકલવા નિર્ણય લીધો છે. તેવામાં ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે તેનો વિરોધ કર્યો છે. ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી ની સમસ્યાથી છો પરેશાન? આ ઘરેલુ ઉપાયથી મળશે રાહત કોટવાલ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો આ નિર્ણય સ્થગિત કરવા રજૂઆત કરી, કોટવાલે પત્રમાં કલેક્ટરે પોતાના મળતીયાઓને લાભ આપવા નિર્ણય કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કલેક્ટરે કલમ 144 નો ભંગ કર્યો હોવાની પણ રજૂઆત કરી. કોટવાલે કહ્યું કે લગ્ન જેવા પ્રસંગોમાં 50થી વધુ લોકોને મંજૂરી અપાતી નથી. તેવામાં પોળો ફોરેસ્ટમાં વિકએન્ડમાં 20 હજારથી પણ વધુ સહેલાણીઓ આવે છે, જેને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ભય છે.