સર્પની કેટલી પ્રજાતિઓ હોય છે, એમાંની એક એટલે ઈંડા ખાય સર્પ જાણકારો કહે છે કે, આફ્રિકામાં થતી તેના જાતિ વિશેષ ખાસિયત ધરાવે છે તે ગળાની પાંસળીઓ મહત્તમ પહોળી કરી શકે છે. આ પાંસળી દ્વારા દબાણથી જ મ્હો દ્વારા અંદર આવેલું ઈંડું ફોડી નાખે છે અને બધુ દ્રવ્ય પેટમાં ઉતાર્યા બાદ ઈંડાનું કોચલું બહાર ઓકી કાઢે છે. જામનગર શહેરમાં દુર્લભ ગણાય અને વિશેષ સંરક્ષણ હેઠળ આવેલ ઈન્ડિયન ઈંડા ખાવ સર્પને લાખોટા નેચર કલબના સભ્યોએ બચાવી તેને જંગલમાં મુક્ત કર્યો છે. જામનગર શહેરના જામનગર ટ્રાન્સપોર્ટ નજીક સર્પ દેખાતા લોકો લાખોટા નેચર કલબના સભ્યને ફોન કરતા તેઓ ત્યાં પહોંચી જતાં અતિ દુર્લભ ગણાતો અને વર્ષો સુધી નામશેષ થઈ ગયો હોવાનું મનાતા ઇંડા ખાવ સાપ જોવા મળ્યો હતો.
આ સાપ સુકો પ્રદેશ અને ઘાસવાળી જગ્યાઓમાં રહેવાનું પસંદ કરે છે. ઉધ્ધઈના રાફડામાં રહેતો જોવાઈ છે. મુખ્યત્વે તે નિશાચર છે. ઈંડા માટે ક્યારેક વૃક્ષો પર પણ ચડે છે. તેની મહત્તમ લંબાઈ 33 ઇંચ સુધીની હોય છે. ભારતીય વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ તેને વિશેષ સંરક્ષણ આપવામં આવ્યું છે. આ સાપની દુર્ભલતાને લઈ કેટલાક વર્ષો સુધી તે નામશેષ થઈ ગયો હોવાનું મનાતું હતું, પરંતુ ત્યારબાદ ગુજરાતમાં કેટલીક જગ્યાએ તે નોંધાયો હતો. જેના કારણે તેને વિશેષ સંરક્ષણ આપવામાં આવ્યું છે.