ઉવારસદ ગામમાં જુગારધામ પર એલસીબીની ટીમ ત્રાટકી, 2 ઝડપાયાં, 9 ભાગી ગયા

Spread the love

ગાંધીનગરનાં ઉવારસદ ગામમાં પાણીની ટાંકી પાસે ખુલ્લેઆમ ધમધમતા જુગારધામ પર એલસીબીની ટીમ ત્રાટકતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે ગામના ભૂગોળથી વાકેફ જુગારીઓ તળાવની ઝાડીઓમાં અંધારાનો લાભ ઉઠાવી નાસી જવામાં સફળ થઈ ગયા હતા. જ્યારે બે જુગારી 22 હજારના મુદ્દામાલ સાથે એલસીબીનાં હાથમાં આવી જતાં કુલ અગિયાર ઈસમો જુગાર રમવા બેઠા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના ઉવારસદ ગામમાં પાણીની ટાંકી પાસે અંધારું પડતાં જાહેરમાં જ જુગારધામ ધમધમવા માંડતું હોવાની ગંધ એલસીબી પીઆઈ ડી બી વાળાની ટીમને પેટ્રોલીંગ દરમ્યાન આવી ગઈ હતી. જેનાં પગલે પોલીસની ટીમે અલગ અલગ ખાનગી વાહનમાં બેસી બાતમી વાળી જગ્યા નજીક પહોંચી હતી. અને વાહનો ત્યાં મૂકી ચાલતાં ચાલતાં જુગાર ધામ સીધું પહોંચતા જ લાઈટના અજવાળે જુગારની બાઝી માંડીને બેઠેલા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

જેનાં પગલે પોલીસે જુગારીઓ પાછળ દોટ લગાવી હતી. પરંતુ ગામના ભૂગોળથી વાકેફ જુગારીઓ અંધારાનો લાભ લઇ પાણીની ટાંકીની પાછળ આવેલ તળાવની ઝાડીઓમાં થઇ ભાગી ગયા હતા. જ્યારે બે ઈસમોને જેતે સ્થિતિમાં ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પૂછતાંછમાં તેમણે પોતાના નામ પ્રવિણજી પ્રહલાદજી લખાજી ઠાકોર અને દિપકજી બળદેવજી શંકરજી ઠાકોર હોવાનું જણાવી ફરાર ઈસમોનાં નામ પોલીસ જણાવી દીધા હતા.

જેથી પોલીસે વોન્ટેડ મટીયો ઉર્ફે બલ્લી રમેશભાઇ રાવળ, જેણાજી બાવાજી ઠાકોર, અંશુ રાજુજી ઠાકોર, અશ્વિન બુધાજી ઠાકોર, બકાજી કેશાજી ઠાકોર, રાજુજી કેશાજી ઠાકોર, ગગન પટેલ, રાજુ ઉર્ફે દશરથજી ઠાકોર વિરુદ્ધ પણ અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com