ગુજરાતનું કહેવાતું જીજે 18 ખાતે હમણાં ગિફ્ટ સિટીને તથા શહેરના વિકાસ માટે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે નવી નવી ગાડીઓ લઈને ફરતા અને જો કોઈ ટચ ગાડીને થઈ જાય તો બખેડો મોટો થઈ જાય, 50 લાખની એક કરોડની ગાડીઓ લઈને ફરે અને સહેજ કંઈ નુકસાન થઈ જાય અડી જાય તો જાહેરમાં સીન સપાટા ચાલુ થઈ જાય ત્યારે આજે બપોરે ઢીશુમ ઢીશુમ જેવો સીન થઈ ગયો હતો અને બિલ્ડર દ્વારા મારામારીની ઘટના પણ સામે આવી છે ત્યારે ફરિયાદી વકીલ હોવાની ચર્ચા તથા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન પાસે ટોળેટોળા ઉમટયા હતા, હવે ટ્રાફિક પોલીસ તથા શહેર પોલીસ દ્વારા કડકાઈ કરવાની જરૂર છે અને ડંડા વાળી કરવાની પણ જરૂર લાગે છે બાકી રેન્જઆઇજી તથા પોલીસ અધિક્ષક પાવરફુલ આવ્યા છે ત્યારે કાયદો હાથમાં લઈને સીન સપાટા કરતા હોય તો કાયદાના પાઠ પણ ભણાવવાની જરૂર છે,