રિલાયન્સ ચોકડી પર કાર ટકરાવા બાબતે બે ચાલકો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં ગત રોજ વકીલે બિલ્ડર સામે ગુનો નોંધાવ્યો હતો. આ બનાવમાં બિલ્ડરે કાળા કલરની કારના ચાલક સહિતના લોકો સામે મારામારી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ સોમવારે બપોરના સમયે રીલાયન્સ ચોકડી પર એક વર્ના કાર અને મર્સિડીઝ કાર વચ્ચે સામાન્ય ટક્કર થઇ હતી. જેથી વર્ના કારના ચાલકનો પક્ષમા આવેલા વકીલને મર્સિડીઝ કારના ચાલક અને બિલ્ડર કનુ ચૌધરી સહિત 3 લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેને લઇને વકીલે ઇન્ફોસિટી પોલીસ મથકમાં 3 લોકો સામે ગુનો નોંધાવ્યો હતો.
બિલ્ડર કનુ ચૌધરીએ પણ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે ફરિયાદ આપી હતી કે, રીલાયન્સ ચોકડી પસાર કરી રહ્યો હતો, તે દરમિયાન એક કાળા કલરની નંબર વિનાની કારના ચાલકે 4 ફૂટ અંતર હોવા છતા પોતાની ગાડી રોડ ઉપર ઉભી કરી દીધી હતી. એમ ગાડીના ચાલકે અમારી ગાડી ઉભી કરી દીધી હતી. તે ગાડીના ચાલકે નીચે ઉતરી સીધો જ મનફાવે તેમ ગાળાગાળી કરવા લાગ્યો હતો. ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇને તેના મિત્રને ફોન કરી બોલાવી ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપી હતી કે, ફરીથી અહિયા દેખાશો તો જાનથી મારી નાખીશ.