ગુજરાતમા હવે ઘણાં બધાં સ્થળોએ દારૂ મળશે, વાંચો શું કહ્યું મંત્રી ઋષિકેશ પટેલે

Spread the love

Gift city માં દારૂ પીવાની પરમિશન મળતા જ આખા ગુજરાતમાં હરખની હેલી ફરી વળી છે.  ત્યારે રાજ્યનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને રાજ્યના પ્રવાસન સ્થળોએ દારૂની છૂટ મામલે પુછવામાં આવ્યું હતું. જેમાં ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જરૂરિયાતોને અનુલક્ષીને દારૂની છૂટ મામલે નિર્ણય લેવાશે. સમય જતા ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

રાજ્યનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના પ્રવાસન સ્થળોએ દારૂની છૂટ મામલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જરૂરિયાતોને અનુલક્ષીને દારૂની છૂટ મામલે નિર્ણય લેવાશે. સમય જતા ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઇ રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ દારૂની છૂટ અંગે વિચાર કરાઇ રહ્યો છે. ઉદ્યોગો અને પ્રવાસન સ્થળો પર દારૂની છૂટ અપાઇ શકે છે. મહત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવ્યે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

નશાબંધી અને આબકારી વિભાગે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે ગાઈડલાઈન જાહેર થઈ ગઈ છે. માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત માત્ર અધિકૃત મુલાકાતીઓને જ દારૂપીવાની મંજૂરી આ ગાઈડલાઈનમાં આપવામા આવી છે. બહારથી આવનાર મુલાકાતીઓને ખાસ અધિકારી પાસે મંજૂરી લેવી પડશે. તેમજ હેલ્થ પરમિટ, વીઝીટર પરમિટ ધારકો દારૂનું સેવન નહિ કરી શકે.ટુરિસ્ટ પરમિટ ધારકો પણ નદારૂનું સેવન નહિ કરી શકાય.

1) F.L.-3 લાયસન્સ શું છે? તે કોને મળી શકે ?
ગીફ્ટ સીટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર(Liqour) પીરસવા માંગતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા (Serving) અંગેનું લાયસન્સ.. ગીફટ સીટી ગાંધીનગર ખાતે આવેલ/આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે.

2) F.L.-3 લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શી છે?
જે તે સેટલ/કલબ/રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરૂરી ચકાસણી કરી સરકારે નક્કી કરેલ સમિતિ સમક્ષ રજુ કર્યેથી પરવાનો આપવાપાત્ર રહેશે.

3) હાલના ફેલ્થ પરમીટ, વીઝીટર પરમીટ, ટુરીસ્ટ પરમીટ ધારકો ગીફ્ટ સીટી ખાતે લીકરનું સેવન કરી શકશે?
ના, ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગીફ્ટ સીટી ખાતે લીકરનુ સેવન કરી શકશે.

4) ગીફટસીટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એકસેસ પરમીટની મંજુરી કોણ આપશે?
ગીફટના દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આ પરમીટ આપવામાં આવશે.

5) ગીફટસીટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમીટની મંજુરી કોણ આપશે ?
ગીટસીટીના જે તે કંપનીના HR હેડ / જવાબદાર અધિકારી દ્વારા કરવામા આવતી ભલામણના આધારે આપવામાં આવશે. તેમજ મુલાકાતીઓની સાથે સંબધિત કંપનીના લીકર એકસેસ પરમીટ ધરાવતા કર્મચારી સાથે રહેશે.

6) એફ.એલ ૩ લાયસન્સ ધારકે કઈ શરતોનું પાલન કરવાનું રહેશે ?
લાયસન્સ ધારકે ખરીદેલ લીકરના જથ્થાની નિયત કરેલ નમુનામાં ખરીદ અને વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારને સી.સી.ટી.વી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે.

(7) ગીફટ સીટી વિસ્તાર સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર સેવન કરી શકાશે?
એફ, એલ-૩ લાયસન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે.

8) એફ.એલ. ૩ લાયસન્સ ધારક,લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક કાયદા નિયમોનો ભંગ કરે તો શું?
લાયસન્સ ધારક, લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જો કાયદા, નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

9) લાયસન્સ મેળવનારે અન્ય કઇ કઇ મંજુરી મેળવવાની રહેશે ?
લાયસન્સ મેળવનારે પોતાના હોટલ/કલબ/રેસ્ટોરન્ટમાં ખાન-પાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે ખાન-પાન અંગેનું લાયસન્સ, ફુડ સેફટી લાઈસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે.

(10) એફ.એલ.3 લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમીટ ધારકને લિકર વેચાણ કરી શકાશે ?
ના

11) લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર પીરસી શકશે કે કેમ?
ના. લાયસન્સ જે સ્થળે મંજુર કર્યું હોય તે સિવાય અન્ય કોઇ સ્થળે લીકર પીરસી શકશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com